મોરબીના કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન : ૫૦ ટકા ફી માફ
વાંકાનેરમાં પરિણીતા ઉપર એસિડ છાંટવાની ધમકી આપનાર નવાગઢના યુવાનની ધરપકડ
SHARE









વાંકાનેરમાં પરિણીતા ઉપર એસિડ છાંટવાની ધમકી આપનાર નવાગઢના યુવાનની ધરપકડ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં ફેસબુકમાં એકાઉન્ટ બનાવીને માલનું વેચાણ કરતી પરિણીતાને “તમે મને ગમો છો” માલ મંગાવનારા એક શખ્સે મેસેજ કર્યો હતો અને બાદમાં તે મહિલા તેના પતિ અને નણંદને વોટસપમા મેસેજ કરીને તેમજ અવાર નવાર ફોન કરીને ગાળો આપી હતી અને એસિડ છાંટીને ચહેરો બગાડી નાખવાની અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાની ફરિયાદના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે
વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આરોગ્ય કેન્દ્રની બાજુમા રહેતા મેઘનાબેન હિતેશભાઈ ભટ્ટ જાતે બ્રામણ (ઉ.૩૮)એ જાવીદ કુરેશી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરીયાદી મેઘના ભટ્ટ નામથી ફેસબુકમા એકાઉન્ટ બનાવીને ઓનલાઇન ઓર્ડર મેળવી ડ્રેસ, ચણીયા ચોળીના મટીરીયલ્સની ખરીદી કરી વેચાણ કરવાનો વ્યવસાય કરે છે જેથી ગત તા.૧૬/૪ થી ૬/૫ સુધીમાં આરોપીએ ફરીયાદી પાસેથી ચણીયા ચોળીનો ઓર્ડર આપી તે મંગાવ્યા હતા અને ફરીયાદીને મોબાઇલ ફોનમા “તમે મને ગમો છો” કહીને મેસેજ કર્યો હતો જેથી ફરીયાદી મહિલાએ “મારા લગ્ન થઈ ગયેલ છે” તેવો મેસેજ કર્યો હતો જેથી આરોપીએ ફરીયાદી તથા તેના પતિ હિતેશભાઈ કીશનભાઈ ભટ્ટ તથા નણંદ રીનાબેન રવીભાઇ ગોરેચાના મોબાઇલ નંબરમા વોટસપમા મેસેજ કરીને તેમજ અવાર નવાર ફોન કરીને ગાળો આપી હતી અને એસીડ છાંટી ચહેરો બગાડી નાખવાની ધમકી આપી હતી અને ઓનલાઇન ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ ૫૦૭, ૫૦૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં જાવિદભાઈ ભીખુભાઈ ખુરેશી જાતે સિપાહી (33) રહે. નવાગઢ મસ્જિદ રોડ જેતપુર વાળાની ધરપકડ કરેલ છે
