મોરબીના રોકડિયા હનુમાન પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા પાંચને ઈજા
મોરબીના કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન : ૫૦ ટકા ફી માફ
SHARE









મોરબીના કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન : ૫૦ ટકા ફી માફ
મોરબીના કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી બીએસસીના પ્રથમ સેમેસ્ટરની ૫૦ ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવેલી છે.તા.૧૪-૫ થી તા.૨૨-૫ સુધીમાં જે કોઈના દ્રારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે તેને બીએસસી કોર્ષના પ્રથમ સેમેસ્ટરની ૫૦ ટકા ફી માફી કરવામાં આવશે.૧૨ સાયન્સના પરિણામ બાદ કોઈપણ દીકરી બીએસસી કોર્ષમાં એડમિશન લેવા ઇચ્છતી હોય તેમના માટે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબી સંચાલિત શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં બીએસસીના પહેલા સેમેસ્ટરની ૫૦ ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવેલી છે.જેના લીધે વિદ્યાર્થીઓના વાલીઓનો આર્થીંક બોજ હળવો થઈ શકશે તથા દીકરીઓને પણ ભણવા માટે પ્રોત્સાહન મળશે.તા.૧૪-૫ થી તા.૨૨-૫ સુધી જ આ યોજનાનો લાભ મળશે અને વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૬૮૭૯ ૩૧૦૩૭ અથવા ૯૩૧૩૦ ૬૨૨૧૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
