કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેરનાં સરતાનપર નજીક કારખાનામાં ચોર સમજી માર મારીને યુવાનની હત્યા કરનારા ચાર આરોપીની ધરપકડ


SHARE















વાંકાનેરનાં સરતાનપર નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોર સમજી માર મારીને યુવાનની હત્યા કરનારા ચાર આરોપીની ધરપકડ

વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામની સીમમાં આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રાત્રિના સમયે સૂતેલ મહિલા અને તેની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા ગોદડું ખેંચવામાં આવ્યું હતું જેથી કરીને મહિલાએ બૂમા બૂમ કરી મૂકી હતી અને મહિલાના પતિ સહિતના પાંચ શ્ખ્સોએ ત્યાં આવીને અજાણ્યો શખ્સ ચોર સમજીને માર માર્યો હતો જેથી અજાણ્યા યુવાનનું મોત થયું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળીયા ગામે રહેતા રજનીશભાઇ હસમુખભાઇ કોઠીયા જાતે પટેલ (ઉ.૨૫)એ બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, અસલમ જાબુદીન મલીક, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ રહે. ચારેય મૂળ ઉત્તર પ્રદેશ અને મહેન્દ્રસિંહ ધરનાસિંહ રહે. મૂળ અજમેર રાજસ્થાન વાળાની  સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તા ૯/૭ ના રોજ રાતે ૨થી ૩ વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામની સીમમાં આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મરણ જનાર અજાણ્યો આશરે ૨૫થી ૩૫ વર્ષનો પૂરૂષ આવ્યો હતો અને આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાનની પત્ની બાનુબેન તથા તેમની દિકરી લેલાબેન સુતા હતા ત્યારે તેમનું ગોદડુ ખેંચતા તેઓ જાગી ગયા હતા અને દેકારો કરતા અજાણ્યો ઇસમ ચોરી કરવા આવેલ છે તેવું માનીને બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ, મહેન્દ્રસિંહ ધરનાસિંહ અને અસલમ જાબુદીન મલીકએ તેને પકડીને લાકડી વતી માર માર્યો હતો અને તેનું માથુ પકડી પછાડી ઢીકાપાટુનો ઢોર માર્યો હતો જેથી કરીને અજાણ્યા પુરૂષને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયુ હતું માટે કારખાનેદારની હત્યાની ફરિયાદ લેવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ અને મહેન્દ્રસિંહ ધરનાસિંહ નામના ચાર આરોપીની ધરપકડ કરેલ છે જો કે એક આરોપીને પકડવાનો બાકી છે 






Latest News