હળવદમાં પત્નીના મૃત્યુ બાદ માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધે કર્યો આપઘાત
મોરબીમાં કનેકડાની વાડીમાં રામામંડળ જોવા માટે ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
SHARE









મોરબીમાં કનેકડાની વાડીમાં રામામંડળ જોવા માટે ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
મોરબીના શનાળા રોડ ઉપર કનેકડાની વાડીમાં રામામંડળ રમવા માટે આવ્યું હતું ત્યારે ત્યાં રામામંડળ જોવા માટે યુવાન ગયો હતો ત્યારે યુવાનને અગાઉ જે યુવતી સાથે પ્રેમ સબંધ હતો તેના પિતા અને ભાઈઓ સહિત કુલ મળીને ચાર શખ્સોએ યુવાનને ઢીકા પાટુ અને પટ્ટા વડે માર માર્યો હતો અને જો ફરીવાર અમારા ઘર બાજુ આવીસ તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી યુવાનને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચીત્રકુટ સોસાયટી શેરી નંબર ૪ માં રહેતા મહેશભાઇ દયારામભાઇ પરમાર જાતે સતવારા (ઉ.૨૧)એ હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સુરેશભાઇ ભાણજીભાઇ પરમાર, જેરામભાઇ ભાણજીભાઇ પરમાર, કાંતીલાલ ભાણજીભાઇ પરમાર અને જેરામભાઇના દીકરા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના શનાળા રોડ ઉપર કનેકડાની વાડી નવયુગ સ્કુલની પાછળના ભાગમાં આરોપીઓ રહે છે તેના ઘર પાસે રામામંડળ રમાતુ હતું જેથી કરીને તે ત્યાં જોવા માટે ગયો હતો ત્યારે ફરિયાદી યુવાનને આરોપી સુરેશભાઇ ભાણજીભાઇ પરમારની દીકરી સાથે અગાઉ પ્રેમ સંબધ હતો જેની જાણ તેને થતા સંબધ નહી રાખવા બન્ને પક્ષે સમાધાન થઈ ગયું હતું જો કે, કનેકડાની વાડીમાં રામામંડળ રમાતુ હતું માટે ફરિયાદી યુવાન ત્યાં જોવા માટે ગયો હતો તે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ અમારા ઘર બાજુ કેમ આવેલ છે તેમ કહી ફરિયાદીને ગાળો આપી હતી અને ચારેય આરોપીઓએ ઢીકા પાટુ અને પટ્ટા વડે માર માર્યો હતો અને જો ફરીવાર અમારા ઘર બાજુ આવીસ તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
