હળવદની શરણેશ્વર સોસાયટીમાં ઘરે ટેબલ ઉપરથી નીચે પટકાયેલ વૃદ્ધનું સારવારમાં મોત
હળવદમાં પત્નીના મૃત્યુ બાદ માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધે કર્યો આપઘાત
SHARE









હળવદમાં પત્નીના મૃત્યુ બાદ માનસિક બીમારીથી પીડાતા વૃદ્ધે કર્યો આપઘાત
હળવદ ગામની સીમમાં ખરખરીયા ઓકરા પાસે વૃદ્ધે પોતાના જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના કૃષ્ણનગરમાં રહેતા પ્રેમજીભાઈ મોતીભાઈ ચાવડા (ઉંમર ૫૫) એ હળવદ ગામની સીમમાં ખરખરીયા ઓકરા તરીકે ઓળખાતા વિસ્તારમાં ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનારા પ્રેમજીભાઈ મોતીભાઈ ચાવડાના પત્નીનું મૃત્યુ થવાથી ઘણા સમયથી તે માનસિક બીમારીથી પીડાતા હતા અને તેના આઘાતમાં તેઓએ પોતાની વાડીએ પોતાની જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે
દેશીદારૂ
મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાંના દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ગેસનો બાટલો, ગેસનો ચૂલો અને સાધનસામગ્રી તેમજ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦ લિટર આથો અને પાંચ લિટર તૈયાર દેશી દારૂ આમ કુલ મળીને ૧૯૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે મહેન્દ્રભાઈ મોહનભાઈ માસુણીયા જાતે ઠાકોર (ઉંમર ૨૪) રહે. નવા સાદુળકા વાળો મળી આવ્યો હોય તેની ધરપકડ કરી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
દેશીદારૂ
મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ ચિંતન વિદ્યાલય સામે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યા રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦ લીટર આથો, તૈયાર ૧૨ લીટર દેશીદારૂ, ગેસનો બાટલો, ગેસનો ચૂલો અને અન્ય સાધન સામગ્રી મળીને ૨૦૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે સવિતાબેન છગનભાઈ પનારા જાતે કોળી (ઉંમર ૪૨) રહે. ત્રાજપર ગામ શેરી નં-૧ મોરબી વાળીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
