મોરબીમાં કનેકડાની વાડીમાં રામામંડળ જોવા માટે ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
વાંકાનેર નવાપરા જાહેરમાં જુગાર જાહેરમાં રમતા છ શખ્સો ઝડપાયા
SHARE









વાંકાનેર નવાપરા જાહેરમાં જુગાર જાહેરમાં રમતા છ શખ્સો ઝડપાયા
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવાપરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૭૪૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી
વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ઝાલા અને કૃષ્ણ રાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે પોલીસે વાંકાનેરના નવાપરામાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી જુગાર રમતા અજયભાઈ પ્રેમજીભાઈ બાવળિયા, સુનિલભાઈ શંકરભાઈ સારલા, મુકેશભાઈ રમેશભાઈ ડાભી, ઉમેશભાઈ જાદવભાઈ કુતિયા, ભરતભાઈ નાનજીભાઈ દેગામા અને અશ્વિનભાઈ ઉકાભાઇ મકવાણા મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૭૪૦૦ ની રોકડ કબજે કરીને આરોપીઓને ઝડપી લીધા હતા આ કામગીરી પીઆઇ એન.એ. વસાવાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી
