મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં ઉપરથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત
વાંકાનેરના લીંબાળા ગામે વાડીએ સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
SHARE









વાંકાનેરના લીંબાળા ગામે વાડીએ સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
વાંકાનેરના લીંબાળા ગામે આવેલ હુસેનભાઇની વાડીએ કામગીરી દરમિયાન યુવાનને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અ સાર થઈ હોવાથી પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે સીમમાં હુસેનભાઇની વાડીએ રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ચંદનભાઈ અમિતભાઈ સોર (૧૮) નામનો યુવાન કામગીરી કરી રહ્યો હતો ત્યારે ગઈ કાલે ૯ વાગ્યે તેને પગે સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર થવાના કારણે તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલે લઈને ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
મારામારીમાં ઇજા
હળવદની શિવધારા સોસાયટીમાં રહેતા માવજીભાઈ ધરમશીભાઈ સોરીયા નામના ૬૮ વર્ષીય આધેડને ગંગાત્રી ઇન્ડસ્ટ્રીઝમાં લુંટારૂઓ દ્રારા કરવામાં આવેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રામજીભાઈ પ્રભુભાઈ વરાણીયા નામના ૩૦ વર્ષીય યુવાનને કોસમો સીરામીક પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.તેમજ મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ નવી પીપળી ગામે રહેતા નરેન્દ્રભાઈ જગદીશભાઈ સોલંકી (૨૦) અને પ્રકાશ જગદીશભાઈ સોલંકી (૧૮) નામના બે ભાઈઓને ગત મોડીરાત્રીના બારેક વાગ્યે નવી પીપળી ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના જીગ્નાશાબેન કણસાગરા દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
