ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

હળવદના મયૂરનગર ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE

















 

હળવદના મયૂરનગર ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

હળવદ તાલુકાના મયૂરનગર ગામે સસરાના ઘરે પરણિતા ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન રાજકોટ ખાતે પરિણીતાનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા મયૂરનગર ગામે રહેતા પાયલબેન પ્રવીણભાઈ આહીર (૨૭) પોતાના સસરાના ઘરે હતા ત્યારે કપાસમાં છાંટવાની ઝેરી દવા તેઓ ગત તા. ૨૮/૫ ના રોજ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલીક સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન આ મહિલાનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાહન અકસ્માત

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામના રહેવાસી મનસુખભાઈ ભગવાનજીભાઈ ભાડજા નામના ૪૮ વર્ષીય યુવાનને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ રોયલ પ્લાઝા પાસે રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહને હડફેટે લેતાં સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જેથી હાલમાં તાલુકા પોલીસે આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામના પાટિયા પાસે રહેતા કૈલાશ ગંગારામભાઈ શિંગાળા નામના ૩૨ વર્ષીય યુવાનને સામખીયાળી ટોલનાકા પાસે અજાણ્યા ટ્રક સાથે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે મોરબીના શાકમાર્કેટ નજીક આવેલ લોહાણાપરા વિસ્તારમાં રહેતા રજીયાબેન અબ્દુલભાઈ સીંચોદરા નામના ૬૭ વર્ષીય વૃદ્ધાને ઘર પાસે શેરીમાં ગાયે હડફેટે લેતા હાથના ભાગે ઇજાઓ થવાથી તેમને પણ સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.




Latest News