ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં ઉપરથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત


SHARE

















મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાં ઉપરથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં કામગીરી કરતા સમયે ઉપરથી નીચે પડવાના કારણે ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્ક સોસાયટીમાં રહેતો ઉદયભાઈ જયંતીભાઈ વઘાડીયા (૩૦) નામનો યુવાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સ્કોટલેન્ડ સિરામિક નામના કારખાનાની અંદર કામગીરી કરી રહ્યો હતો ત્યારે બપોરના સવા વાગ્યાના અરસામાં કારખાનામાં ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સરકારી હોસ્પીટલે સારવાર માટે લઇને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરે છે

ગળેફાંસો ખાઈ લેતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીકની સામે આવેલ અલ્ટ્રા સિરામિકમાં રહીને મજૂરીકામ કરતા મૂળ એમપીના સંતોષકુમાર વર્મા નામના ૧૮ વર્ષીય યુવાને તેના લેબર કવાટરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને હાલમાં બેભાન હાલતમાં તેને શહેરના સામાકાંઠે આવેલી સમર્પણ હોસ્પિટલે ખસેડાયો છે.બનાવ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ થતાં તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.સંતોષકુમાર અહીં એકલો જ રહેતો હોય અને હાલ તે બેભાન હોય બનાવના કારણ અંગે જાણવા મળેલ નથી તેના ભાનમાં આવ્યા બાદ બનાવના કારણ અંગેની હકીકત સામે આવશે તેમ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.




Latest News