ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે મૈત્રી કરાર કરનારા યુવાન સામે બે શખ્સે રિવોલ્વર તાકીને કર્યા બે રાઉન્ડ ફાયરિંગ


SHARE

















મોરબીના બેલા ગામે મૈત્રી કરાર કરનારા યુવાન સામે બે શખ્સે રિવોલ્વર તાકીને કર્યા બે રાઉન્ડ ફાયરિંગ

મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા યુવાને મૈત્રી કરાર કરેલ છે તે બાબતનો ખાર રાખીને બેલા ગામની સીમમાં ખહલી માતાના મંદીર પાસે બે શખ્સો તેની પાસે આવ્યા હતા અને મૈત્રી કરાર છોડી દેજે તેમ કહીને રિવોલ્વર તાકી હતી અને આટલી જ વાર લાગશે તેમ કહીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બે શખ્સોની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા જાતે પટેલ (૩૦)એ નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ રહે. મુળ તળાવિયા શનાળા હાલ. ઉમા ટાઉનશીપમોરબી અને યોગેશભાઇ બરાસરા રહે. મૂળ નશીતપર હાલ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના ઘરેથી કારખાને જતા હતા ત્યારે રસ્તામાં આરોપીઓ મહેન્દ્રા થાર ગાડીમાં આવ્યા હતા અને ફરીયાદીને ઉભો રાખીને તે અસ્મીતા સાથે મૈત્રી કરાર કરેલ છે તેને છોડી દેજે તેમ કહીને ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ફરીયાદી સામે રીવોલ્વર તાકી હતી અને આટલી વાર લાગે તેમ કહી ફરીયાદીના પગ પાસે રીવોલ્વર હથિયારથી બે રાઉન્ડ ફાયરીંગ કાર્ય હતા અને ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈ.પી.સી કલમ- ૩૦૭૫૦૬(૨)૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ-૩૦ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News