મોરબીના બેલા ગામે મૈત્રી કરાર કરનારા યુવાન સામે બે શખ્સે રિવોલ્વર તાકીને કર્યા બે રાઉન્ડ ફાયરિંગ
મોરબી નજીક ઉદ્યોગકાર સહિત ચાર વ્યક્તિને માર મારીને ૨.૯૫ લાખની ધાડ: સામાપક્ષેથી એટ્રોસીટી-રાયોટિંગની ફરિયાદ
SHARE
મોરબી નજીક ઉદ્યોગકાર સહિત ચાર વ્યક્તિને માર મારીને ૨.૯૫ લાખની ધાડ: સામાપક્ષેથી એટ્રોસીટી-રાયોટિંગની ફરિયાદ
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે સ્કૂલ નજીકથી કારખાનેદાર પોતાની કારમાં કારખાનામાં હિસાબના રૂપિયા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવેલ ગાડીના ચાલકે કારખાનેદારની કાર સાથે કાર અથડાવી હતી અને બાદમાં સામેથી આવેલા કારમાં બેઠેલા શખ્સોએ પોતાની ગાડીમાંથી નીચે ઉતારીને કારખાનેદારની કાર ઉપર પત્થરના ઘા કરીને કાચ તોડી નાખ્યો હતો અને કારખાનેદાર તેમજ તેની કારમાં બેઠેલા અન્ય ત્રણ વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો જેથી હાલમાં ભોગ બનેલા કારખાનેદાર દ્વારા સારવાર લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૨.૯૫ લાખ રૂપિયાની ધાડ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે તો સામા પક્ષેથી એટ્રોસીટી, રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ બનાવમાં સામસામી ફરિયાદ લઈને ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે
મોરબીનારાફાળેશ્વર પાસે બુધવારે રાતે રાતે આઠેક વાગ્યાના અરસામાં બનેલા બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, કિરીટભાઇ પટેલ, વિનોદભાઇ ભાડજા, માજી પ્રમુખ વેલજીભાઇ પટેલ (બોસ), મુકેશભાઉ ઉઘરેજા, કિશોરભાઇ ભાલોડીયા, રાજુભાઇ ધામાસણા સહિતના અંદાજે ૩૦૦ જેટલા ઉદ્યોગકારો સિવિલે દોડી આવ્યા હતા અને ત્યાંથી તમામ એસપી ઓફિસે ગયા હતા જો કે ત્યાં કોઈ અધિકારી હજાર ન હતા જેથી ઉદ્યોગકારો રોષે ભરાયા હતા અને ત્યારે ત્યાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આવ્યા હતા અને તેને ગૃહમંત્રી હર્ષભઈ સંઘવીને ફોન કરીને તાત્કાલિક અધિકારીને મોકલવા માટે કહ્યું હતું ત્યારે અધિકારી એસપી ઓફિસે દોડીને આવ્યા હતા અને આ બનાવમાં કાયદેસરની કાર્યવાહી ઝડપથી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી જેથી કરીને રાતે મામલો થાળે પડ્યો હતો
હાલમાં આ બનાવમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં સેન્ટરવ્યૂ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૧ માં રહેતા અને સિરામિકનું કારખાનું ધરાવતા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી (ઉંમર ૩૪)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુલતાનભાઈ, અજયભાઈ, ગૌતમ ભાઈ મકવાણા અને અન્ય બે શખ્સો સામે ફરિયાદ લખાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાની કાર નંબર જીજે ૨૩ બીએલ ૮૧૭૧ લઈને પોતાના કારખાનેથી કારખાના હિસાબના ૨.૯૫ લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રફાળેશ્વર ગામ પાસે આવેલ શાળા નજીક સામેથી આવી રહેલા એસક્રોસ કાર નંબર જીજે ૩૬ એફ ૦૫૨૭ લઈને આવેલા શખ્સે પોતાની કાર ફરિયાદીની કાર સાથે અથડાવી હતી અને ત્યારબાદ પથ્થરના છુટ્ટા ઘા કાર ઉપર કરીને કરીને કાચમાં નુકશાની કરી હતી અને ફરિયાદીને ડાબા હાથમાં ઈજા કરી હતી તેમજ તેની પાસે રહેલી ૨.૯૫ લાખ રૂપિયા ધાડ કરીને લઇ ગયા હતા અને ત્યારે પાંચ આરોપીઓએ ફરિયાદી ઉપરાંત હર્ષદભાઈ, કિરીટભાઈ અને પ્રતિકભાઈને પણ પથ્થરના છુટ્ટા ઘા મારીને તેમ ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી અને પ્રતીકભાઈને ગળું પકડીને મારી નાખવાના ઇરાદે માથામાં પથ્થર મારીને ઇજા કરે છે જેથી કરીને ઇજા પામેલા રજનીભાઈ પરસોતમભાઈ સુરાણી (૩૪), કિરીટભાઈ કરમશીભાઈ દેત્રોજા (૬૩), પ્રતિકભાઈ ભગવાનભાઇ વરમોરા (૨૫) અને પાર્થ કિરીટભાઇ દેત્રોજા (૨૫)ને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા કારખાનેદારની ફરિયાદ લઈને પોલીસે આઈપીસી કલમ નં. ૩૨૩, ૩૦૭, ૩૯૫, ૩૩૭, ૪૨૭, ૧૪૩ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
તો સામાપક્ષેથી આ બનાવમાં મોરબી નજીકના લીલાપર ગામ પ્રકાશ નગર સોસાયટીમાં રહેતા સામાજીક આગેવાન ગૌતમભાઈ જેન્તીભાઈ મકવાણા (ઉંમર ૩૩)એ હાલમાં સ્કોડા કારના ચાલક, દીપભા ગઢવી અને ખીમભા ગઢવીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે કારના ચાલકે પોતાની ગાડી રોંગ સાઇડમાં ચલાવીને ફરિયાદીની ગાડી સાથે તેની ગાડી અથડાવી હતી અને ત્યારબાદ ગાડીમાં બેઠેલા અન્ય ત્રણ વ્યક્તિઓએ તેના મિત્ર પારસ ઉર્ફે સુલતાન સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહી બોલાચાલી કરી ઝાપટો મારી હતી ખીમભા ગઢવીએ ફરિયાદીના મિત્ર અજયને ઢીકાપાટુનો માર માર્યો હતો અને દીપભા ગઢવી અને તેની સાથે રહેલા માણસોએ ધોકા, તલવાર અને ધારીયા સાથે આવીને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અજયભાઈ તથા કાકાને ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી માટે હાલમાં ગૌતમ મકવાણા નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસી કલમ નં. ૨૭૯,૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ૧૪૩, ૧૪૭, ૧૪૮, જીપી એક્ટ કલમ ૧૩૫ અને એમવી એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૧૯ 119 તેમજ એટ્રોસીટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે









