મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે
મોરબીની વાઘપર પ્રાથમિક શાળાનું NMMS પરીક્ષાનું રિઝલ્ટ ૧૦૦ ટકા
SHARE









મોરબીની વાઘપર પ્રાથમિક શાળાનું NMMS પરીક્ષાનું રિઝલ્ટ ૧૦૦ ટકા
દર વર્ષે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ (NMMS) પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થઈ મેરીટ લિસ્ટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીઓને ૪૮૦૦૦ જેટલી માતબર શિષ્યવૃત્તિ સરકાર તરફથી આપવામાં આવે છે. તાજેતરમાં જ લેવાયેલ આ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી તાલુકાની શ્રી વાઘપર પ્રાથમિક શાળાનાં ધો.૮ ના ૨ વિદ્યાર્થીઓ પટેલ ઉર્જા હસમુખભાઈ અને સનાવડા ધર્મ નિતેશભાઈએ પરીક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન મેળવ્યું છે. આ તકે તમામ વિદ્યાર્થીઓને અને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવનાર ગણિત-વિજ્ઞાન શિક્ષક અમિતભાઇ લોરીયા, આચાર્ય રમેશભાઈ વાઘેલા અને શાળા પરિવારને ચારે બાજુથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ગત વર્ષે વાઘપર પ્રા.શાળામાં ધો ૮ માં કુલ ૧૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, તેમાંથી ૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે તમામ વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનું ૧૦૦ ટકા રિઝલ્ટ આવ્યું છે
