મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે માતાની સ્મૃતિમાં ૧૫૦૦ વૃક્ષોનું એક્સલ સિરામિક ગ્રુપ દ્વારા વાવેતર


SHARE









મોરબીના ચાંચાપર ગામે માતાની સ્મૃતિમાં ૧૫૦૦ વૃક્ષોનું એક્સલ સિરામિક ગ્રુપ દ્વારા વાવેતર

મોરબી તાલુકાના ચાંચાપર ગામે ઉદ્યોગપતિ દ્વારા પોતાની માતાની સ્મૃતિમાં ૧૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને ગામમાં ઓક્સિજન પાર્ક બનાવવા માટે થઈને કવાયત કરવામાં આવી છે અને સમગ્ર ભાલોડીયા પરિવાર દ્વારા આ માટે થઈને આર્થિક સહયોગ આપવામાં આવતા ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા ભીલોડીયા પરીવારની ગામ પ્રત્યેની લાગણીને બિરદાવવામાં આવી છે 

સામાન્ય રીતે ચોમાસા પૂર્વે ગામોગામ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે જોકે થોડા સમય પહેલા આવેલ કોરોનાની બીજી વેવ દરમ્યાન ઓક્સિજનની અછત ઊભી થઈ હતી અને ઓક્સિજનના અભાવના કારણે ઘણાં લોકોના મૃત્યુ હોય તેવું ગુજરાત અને દેશની અંદર જોવા મળ્યો હતો ત્યારે ગામોગામ હવે ઓક્સિજન પાર્ક કરવા માટે થઈને લોકો દ્વારા કવાયત કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામના રહેવાસી અને મકનસર નજીક  એક્સેલ સિરામિક ધરાવતા એક્સલ ગ્રુપવાળા સ્વ.વજીબેન જેઠાભાઈની શ્રદ્ધાંજલિ કાયમી યાદ રહે તે માટે થઈને જેઠાભાઈ રવજીભાઈ ભાલોડીયા અને તેમના દીકરા સુરેશભાઈ તેમજ અશોકભાઈ અને તેમના પરિવારજનો દ્વારા પોતાના ગામમાં ૧૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટે થઈને સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના માટેનો આર્થિક સંપૂર્ણ ખર્ચ એકસેલ ગ્રુપ તરફથી આપવામાં આવી રહ્યો છે ત્યારે આ કામગીરીને ગામના સરપંચ ભુદરભાઇ ભાલોડીયા, કેપ્શન સિરામિક વાળા પ્રવિણભાઇ રામજીભાઇ ભાલોડીયા અને પ્રાણજીવનભાઇ કાસુન્દ્રા વિગેરે બિરદાવી છે અને મોરબીના અન્ય ઉધોગકારોને પણ તેના વતનમાં આવી રીતે ઓક્સિજન પાર્ક બનાવવા માટે ચાંચાપરનો ભાલોડીયા પરિવાર પ્રેરણારૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરી છે

 

 
 
 



Latest News