મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાથી રાજસ્થાન અને એમપીમાથી સગીરાના અપહરણ કરનારા બે આરોપીની ધરપકડ


SHARE







મોરબી તાલુકામાથી રાજસ્થાન અને એમપીમાથી સગીરાના અપહરણ કરનારા બે આરોપીની ધરપકડ

રાજસ્થાન રાજયના ભવાનીમંડી તથા મધ્યપ્રદેશ રાજયના ચાંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભોગ બનનારનું અપહરણ કરનાર આરોપી તથા ભોગબનનારને મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે શોધી કાઢેલ છે

રાજસ્થાન રાજયના ઝાલાવાડ જિલ્લાના ભવાનીમંડી પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ક. ૩૬૩ મુજબના ગુનાના કામે આરોપી તથા ભોગ બનનાર મોરબી તરફ આવેલ હોવાની માહિતી હતી જેથી કરીને આરોપી તથા ભોગબનનારની તપાસમાં ભવાનીમંડી પોલીસ સ્ટેશનની ટીમ મોરબી આવતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાએ સાથે મદદમાં રહી આરોપી સુરેશભાઇ પ્રકાશચંદ્ર મેઘવાલ (ઉ.૨૧) રહે. સીરપોઇ થાના સુનેલ જિલ્લો ઝાલાવાડ વાળાની તપાસ કરતા સરતાનપર રોડ મોટો સીરામીક કારખાનાની બાજુમાં આવેલ મજુરની ઓરડી ખાતેથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનાર મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ભવાનીમંડી પોલીસ સ્ટેશનની ટીમને સોંપી આપેલ છે

તેમજ મધ્ય પ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લાના ચાંદપુર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ક. ૩૬૩ મુજબના ગુનાના કામે આરોપી તથા ભોગ બનનાર મોરબી તરફ આવેલ હોય જેથી આરોપી તથા ભોગ બનનારની તપાસમાં ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ મોરબી આવતા તેઓની સાથે રહી આરોપી દિલીપ ખુમસીંહ લુહાર (ઉ.૨૦) રહે. માફીદાર ફળીયુ અગલગોટા અલીરાજપુર વાળાની તપાસ કરતા ખાનપર ગામે વાડી વિસ્તારમાંથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનાર મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમને સોંપી આપેલ છે આમરાજસ્થાન તથા મધ્ય પ્રદેશ રાજયમાંથી સગીરવયની બાળાના થયેલ અપહરણના બે ગુનાના આરોપીઓને પકડી પાડવામાં તેમજ ભોગબનનારને શોધી કાઢવામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબી ટીમને સફળતા મળેલ છે






Latest News