મોરબીના ચાંચાપર ગામે માતાની સ્મૃતિમાં ૧૫૦૦ વૃક્ષોનું એક્સલ સિરામિક ગ્રુપ દ્વારા વાવેતર
મોરબી તાલુકામાથી રાજસ્થાન અને એમપીમાથી સગીરાના અપહરણ કરનારા બે આરોપીની ધરપકડ
SHARE








મોરબી તાલુકામાથી રાજસ્થાન અને એમપીમાથી સગીરાના અપહરણ કરનારા બે આરોપીની ધરપકડ
રાજસ્થાન રાજયના ભવાનીમંડી તથા મધ્યપ્રદેશ રાજયના ચાંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભોગ બનનારનું અપહરણ કરનાર આરોપી તથા ભોગબનનારને મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે શોધી કાઢેલ છે
રાજસ્થાન રાજયના ઝાલાવાડ જિલ્લાના ભવાનીમંડી પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ક. ૩૬૩ મુજબના ગુનાના કામે આરોપી તથા ભોગ બનનાર મોરબી તરફ આવેલ હોવાની માહિતી હતી જેથી કરીને આરોપી તથા ભોગબનનારની તપાસમાં ભવાનીમંડી પોલીસ સ્ટેશનની ટીમ મોરબી આવતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાએ સાથે મદદમાં રહી આરોપી સુરેશભાઇ પ્રકાશચંદ્ર મેઘવાલ (ઉ.૨૧) રહે. સીરપોઇ થાના સુનેલ જિલ્લો ઝાલાવાડ વાળાની તપાસ કરતા સરતાનપર રોડ મોટો સીરામીક કારખાનાની બાજુમાં આવેલ મજુરની ઓરડી ખાતેથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનાર મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ભવાનીમંડી પોલીસ સ્ટેશનની ટીમને સોંપી આપેલ છે
તેમજ મધ્ય પ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લાના ચાંદપુર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ક. ૩૬૩ મુજબના ગુનાના કામે આરોપી તથા ભોગ બનનાર મોરબી તરફ આવેલ હોય જેથી આરોપી તથા ભોગ બનનારની તપાસમાં ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ મોરબી આવતા તેઓની સાથે રહી આરોપી દિલીપ ખુમસીંહ લુહાર (ઉ.૨૦) રહે. માફીદાર ફળીયુ અગલગોટા અલીરાજપુર વાળાની તપાસ કરતા ખાનપર ગામે વાડી વિસ્તારમાંથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનાર મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમને સોંપી આપેલ છે આમ, રાજસ્થાન તથા મધ્ય પ્રદેશ રાજયમાંથી સગીરવયની બાળાના થયેલ અપહરણના બે ગુનાના આરોપીઓને પકડી પાડવામાં તેમજ ભોગબનનારને શોધી કાઢવામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબી ટીમને સફળતા મળેલ છે
