મોરબી તાલુકામાથી રાજસ્થાન અને એમપીમાથી સગીરાના અપહરણ કરનારા બે આરોપીની ધરપકડ
મોરબીના ટીંબડી ગામનો રોડ દયનીય !: વાહનચાલકો ત્રાહીમામ
SHARE
મોરબીના ટીંબડી ગામથી નેશનલ હાઇવેને જોડતો દોઢ કિલો મીટરનો રસ્તો ઉબડ ખાબડ છે જેથી કરીને વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ રોડ પર મસમોટા ગાબડા પડી ગયા છે તેને રીપેર કરવામાં આવે તેવી માંગ ગામના લોકોએ કરી છે
મોરબીના ટીંબડી ગામના રોડની અતિ દયનીય હાલતથી નાના મોટા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ધરમપુર અને આરટીઓ જવાનો આ શોર્ટકટ રોડ હોવાથી ગ્રામજનો તેમજ સીરામીક કારખાનામાં કામ અર્થે અપડાઉન કરતા લોકો ત્યાથી પસાર થતાં હોય છે જો કે, રસ્તો ખરાબ હોવાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે નેશનલ હાઈવેથી ધરમપુર ગામ સુધીનો આ રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર છે અને ખાસ કરીને ટીંબડીથી હાઇવે વચ્ચેના રસ્તાનુ તો નામોનિશાન ન રહ્યું હોય તેમ મગરની પીઠ જેવો ઉબળ ખાબડ રસ્તો બની ગયેલ છે જેથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ રોડનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અથવા કામચલાઉ રિપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને વિકાસની વાતો કરતા નેતા આ રોડ પર નજર કરે અને આ રોડની કાયાપલટ માટે નક્કર કામ કરે તેવી લોકોની લાગણી છે