મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે માતાની સ્મૃતિમાં ૧૫૦૦ વૃક્ષોનું એક્સલ સિરામિક ગ્રુપ દ્વારા વાવેતર


SHARE







મોરબીના ચાંચાપર ગામે માતાની સ્મૃતિમાં ૧૫૦૦ વૃક્ષોનું એક્સલ સિરામિક ગ્રુપ દ્વારા વાવેતર

મોરબી તાલુકાના ચાંચાપર ગામે ઉદ્યોગપતિ દ્વારા પોતાની માતાની સ્મૃતિમાં ૧૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને ગામમાં ઓક્સિજન પાર્ક બનાવવા માટે થઈને કવાયત કરવામાં આવી છે અને સમગ્ર ભાલોડીયા પરિવાર દ્વારા આ માટે થઈને આર્થિક સહયોગ આપવામાં આવતા ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા ભીલોડીયા પરીવારની ગામ પ્રત્યેની લાગણીને બિરદાવવામાં આવી છે 

સામાન્ય રીતે ચોમાસા પૂર્વે ગામોગામ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે જોકે થોડા સમય પહેલા આવેલ કોરોનાની બીજી વેવ દરમ્યાન ઓક્સિજનની અછત ઊભી થઈ હતી અને ઓક્સિજનના અભાવના કારણે ઘણાં લોકોના મૃત્યુ હોય તેવું ગુજરાત અને દેશની અંદર જોવા મળ્યો હતો ત્યારે ગામોગામ હવે ઓક્સિજન પાર્ક કરવા માટે થઈને લોકો દ્વારા કવાયત કરવામાં આવી રહી છે ત્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામના રહેવાસી અને મકનસર નજીક  એક્સેલ સિરામિક ધરાવતા એક્સલ ગ્રુપવાળા સ્વ.વજીબેન જેઠાભાઈની શ્રદ્ધાંજલિ કાયમી યાદ રહે તે માટે થઈને જેઠાભાઈ રવજીભાઈ ભાલોડીયા અને તેમના દીકરા સુરેશભાઈ તેમજ અશોકભાઈ અને તેમના પરિવારજનો દ્વારા પોતાના ગામમાં ૧૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટે થઈને સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના માટેનો આર્થિક સંપૂર્ણ ખર્ચ એકસેલ ગ્રુપ તરફથી આપવામાં આવી રહ્યો છે ત્યારે આ કામગીરીને ગામના સરપંચ ભુદરભાઇ ભાલોડીયાકેપ્શન સિરામિક વાળા પ્રવિણભાઇ રામજીભાઇ ભાલોડીયા અને પ્રાણજીવનભાઇ કાસુન્દ્રા વિગેરે બિરદાવી છે અને મોરબીના અન્ય ઉધોગકારોને પણ તેના વતનમાં આવી રીતે ઓક્સિજન પાર્ક બનાવવા માટે ચાંચાપરનો ભાલોડીયા પરિવાર પ્રેરણારૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરી છે

 

 
 
 





Latest News