અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુથી નીચીમાંડલ જતાં રસ્તા ઉપર બાઇક આડે ખુટિયો આડો આવતા સર્જાયો અકસ્માત


SHARE







 

મોરબીના ઘૂંટુથી નીચીમાંડલ જતાં રસ્તા ઉપર બાઇક આડે ખુટિયો આડો આવતા સર્જાયો અકસ્માત

મોરબી શહેરના ગેસ્ટ હાઉસ રોડ ઉપર રહેતો યુવાન મોરબીના ઘૂંટુથી નીચીમાંડલ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ખુંટીયો આવતા તેની સાથે બાઇક અથડાયુ હતુ અને અકસ્માત સર્જાયો હતો આવી જ રીતે મોરબી નજીકના લક્ષ્મીસર ગામ પાસે બાઈક લઇને યુવાન જતો હતો ત્યારે કુતરુ આડુ આવતા અકસ્માત સર્જાયો હતો આ બન્ને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા છે અને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર રહેતા હુસેનભાઇ ખાનભાઇ મોગલ (ઉંમર વર્ષ ૨૦) પોતાનું બાઇક લઇને ઘુટુ ગામ થી નીચીમાંડલ ગામલતરફ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં ખુંટીયો આડો ઉતરતા તેની સાથે બાઈક અથડાયુ હતું જેથી કરીને હુસેનભાઇ મોગલને ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અત્રે ઉલલેખનીય છે કે, મોરબી શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારની અંદર રખડતા ઢોર મુખ્ય માર્ગો ઉપર ૨૪ કલાક આંટા મારતા હોય છે ત્યારે અવાર નવાર નાના મોટા અકસ્માતો અને જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા રસ્તા પર રખડતા ઢોરને પકડીને ડબ્બે પૂરવા માટેની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે નહી તો નિર્દોષ લોકોના જીવ રઝડતા ઢોરના કારણે અકસ્માત સર્જાવાથી જાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે

અકસ્માત


મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસેથી યુવાન તેનુ બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે તેના બાઇકની આડે રોડ સાઇડમાંથી કુતરુ આવી ગયુ હતુ જેથી કરીને યુવાનનું બાઇક સ્લિપ થઇ ગયુ હતુ અને સદામહુસેન દિલાવરભાઇ મોવર (૨૭) નામના માળીયામાં રહેતા યુવાનને ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને અકસ્માતના આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News