મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ સારવારમાં ખસેડાયેલા યુવાનનું રસ્તામાં મોત


SHARE





મોરબીના કારખાનામાં છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ સારવારમાં ખસેડાયેલા યુવાનનું રસ્તામાં મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ ઢુવા ગામ પાસે સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન ઓફિસમાં બેઠેલ યુવાનોને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવતા હતા દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટરે યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પોલીસને જણાવ્યું હતું જેથી પોલીસે આ બનાવવાની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

છેલ્લા વર્ષોમાં નાની ઉંમરના યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામતા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે તેવી જે ઘટના મોરબીમાં પણ સામે આવી છે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ઓમ પાર્કમાં રહેતો પારસ જીતેન્દ્રભાઈ જીજવાડીયા જાતે વાણિયા સોની (૨૬) નામનો યુવાન મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ ઢુવા ગામ પાસે સનરે સીરામીકમાં નોકરી કરતો હોય ત્યાં ફરજ પર હતો ત્યારે કોઈ કારણોસર તેને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને ૧૦૮ મારફતે તેને સારવાર માટે મોરબી લઈને આવતા હતા અને ૧૦૮ માં તે યુવાન તેની સાથે બેઠેલા લોકો સાથે વાતચીત કરતો હતો અને સારવાર પણ ચળું હતી દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની સ્થાનિક પોલીસ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે




Latest News