મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ક્રિકેટ એસો.ના હેડ કોચની સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમના હેડ કોચ તરીકે વરણી


SHARE









મોરબીના ક્રિકેટ એસો.ના હેડ કોચની સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમના હેડ કોચ તરીકે વરણી

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસો.ના મુખ્ય કોચ તથા  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીને વધુ એક સિદ્ધિ સાંપડી છે. તાજેતરમાં તેમને સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ટીમના ૨૦૨૨-૨૩ ની સીઝનના હેડ બેટીંગ અને ફિલ્ડીંગ કોચ તરીકે નિમણુંક કરવાંમાં આવી છે.

સૌરાષ્ટ્રની ટીમ હાલમાં ટી-૨૦ ટૂર્નામેન્ટ રમશે. જેમાં આ વર્ષે બીસીસીઆઈ દ્વારા મહિલા આઇપીએલનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં મેચ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે સૌરાષ્ટ્રના મહિલા ખેલાડીઓ તડામાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ અંગે નિશાંત જાનીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સીઝન અને ટી-૨૦ બન્ને એક જ દિવસે યોજાશે. ત્યારે આ સીઝનમાં સારૂ પરફોર્મન્સ થાય તેવી પ્રત્યેક ખેલાડીઓમહેનત કરી રહ્યા છે. અને તેમાં ખેલાડીઓને યોગ્ય ટેક્નિક, મેચ પૂર્વેની માનસિક તૈયારી અને તેમનામાં રહેલા કૌશલ્યના વિકાસ પર કોચ જાની અને સ્ટાફ કામ કરી રહયા છે આ તકે નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને મોરબી જીલ્લા ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાનો સતત પ્રેરક માર્ગદર્શન આપવા બદલ તેમનો પણ આભાર માનીને કૃતજ્ઞતા લાગણી વ્યક્ત કરી હતી.




Latest News