મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણાબાં પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાન સારવારમાં


SHARE









માળીયા (મી)ના માણાબાં પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાન સારવારમાં

માળીયા મીયાણા તાલુકાની હદમાં આવતા માણાબા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા વિજયનગર ગામ પાસે ડમ્પર ચાલકે બાઈકને લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને અકસ્માતના આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત યુવાનના ભાઈએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના માણાબા ગામે રહેતા અશોકસિંહ દિલુભા જાડેજા (૫૧) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૩૬ વી ૯૫૮૩ ના ચાલક દિલીપ ઉર્ફે દીલો નાગજીભાઈ ઝિંઝવાડીયા રહે. માણાબા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના ભાઈ માણાબા ગામ તરફ જવાના રસ્તે વિજયનગર ગામ પાસેથી પોતાનું બાઈક નંબર જીજે ૩ ઈએફ ૦૯૨૬ ને લઈને જતા હતા ત્યારે ડમ્પર ચાલકે તેના ભાઈ અમીરતસિંહ દિલુભા જાડેજાના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચાલક અમીરતસિંહને પાંસળીના ભાગે તથા ઇજા થઈ હતી આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી કરીને ઇજા પામેલા અમીરસિંહને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે અશોકસિંહ જાડેજાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News