મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે મચ્છોનગરમાં અકસ્માત બાદ મારમારી: સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE









મોરબીના રફાળેશ્વર પાસે મચ્છોનગરમાં અકસ્માત બાદ મારમારી: સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગરમાં બાઇક ચાલકે વૃદ્ધાને હડફેટે લીધા હતા ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કુલ ત્રણ મહિલા સહિત ચારને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાઈ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગરમાં રહેતા મીનાબેન ગિરધરભાઈ વાઘેલા (૪૦)મનોજભાઈ ગિરધરભાઈ વાઘેલા (૧૮) અને લીલાબેન મંગાભાઈ ઝાલા (૬૦) ને માર મારીમાં ઇજા થયેલ હતી જો કે, હીરીબેન લક્ષ્મણભાઇ પાંચીયા જાતે ભરવાડ (૬૦)ને બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા થયેલ હતી જેથી કરીને તે ચારેયને સારવારમાં ખસેડવામાં આવેલ છે આ બનાવ સંદર્ભે બંને પક્ષેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે

જેમાં મીનાબેન ગિરધરભાઈ વાઘેલા (૪૦)એ જેતાભાઇ ભરવાડ, જેતાભાઇ ભરવાડનો દિકરો તથા બે અજાણ્યા માણસો રહે. બધા મચ્છોનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પોતાના દીકરા મનોજના બાઇક ઉપર તેની માત સાથે જઇ રહ્યા હતા ત્યારે મોટરસાયકલનો અવાજ બાબતે તેઓને ઊભા રાખીને જ્ઞાતી પત્યે હડધુત કર્યા હતા અને મનોજને લોખંડના પાઇપ તથા લોખંડના સળીયા વડે જમણા ખંભા ઉપર તથા ડાબા પગના ઢીંચણ ઉપર ઘા મારી મુંઢ ઇજા કરી તેમજ ફરીયાદીને તથા તેઓની માતા લીલાબેનને ઢીકાપાટુનો મારમારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી તેની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧) (આર) (એસ) ૩(૨) (૫-એ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

તો સમાપક્ષેથી હીરીબેન લક્ષ્મણભાઇ પાંચીયા જાતે ભરવાડ (૬૦) મનોજભાઈ ગિરધરભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી ત્રણ સવારીમાં બાઇક લઈને નીકળ્યો હતો અને તેઓને હડફેટે લઈને રસ્તા ઉપર પડી દીધા હતા અને અકસ્માત સર્જીને ત્યાંથી નાસી ગયો હતો જેથી પોલીસે વૃદ્ધાની ફરિયાદ લઈને પોલીસે આઇપીસી કલમ-૨૭૯૩૩૭ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭૧૮૪૧૩૪૧૯૪(સી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News