મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને સન્માનીત કરાયા


SHARE













મોરબીમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને સન્માનીત કરાયા

ગઇકાલે મોરબીમા એસપી કચેરી ખાતે જિલ્લામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને એસપી સહિતના અધિકારીઓનાં હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા સાથોસાથ પોલીસ કર્મચારીઓના સંતાનોએ શિક્ષણમાં પ્રગતિ કરી હોય તે બદલ તેઓનું પણ સન્માન કરાયું હતું.

મોરબીમાં એસપી એસ.આર. ઓડેદરાની અધ્યક્ષતામાં એસપી કચેરી ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડીવાયએસપી રાધિકા ભારાઇ, એમ.આઇ.પઠાણ તથા એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય સહિતના જિલ્લાના અધિકારીઓએ ત્યાં હાજર હતા અને ફરજમાં ઉત્કૃષ્ટ કામ કરનારા પોલીસ અધિકારી અને કર્મચારીને તેમજ શિક્ષણમાં સફળતા મેળવનારા તેઓના સંતાનોને પ્રશંસાપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા જેમાં આશાબેન રાવતભાઇ લોખીલ (બી.એડ ફાઇનલ સેમેસ્ટરમાં ૬૨૫ ગુણમાંથી ૬૧૮ ગુણ પ્રાપ્ત કરી ૯૮.૮૮%), રાધિકા પ્રવિણભાઇ પટેલ (ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૬૦૦ માંથી ૫૩૫ ગુણ પ્રાપ્ત કરી ૯૪.૫૯ પર્સેન્ટાઇલ મેળવ્યા)રાવતભાઇ લોખીલ (એ.એસ.આઇ.,બીલ્ડીંગ જમાદારએસ.પી. કચેરી)પી.ડી.પટેલ (પીએસઆઈ કોમ્પ્યુટર સેલએસ.પી. કચેરી)લક્ષ્મીબેન રામજીભાઇ ધરજીયાજનકસિંહ જયરાજસિંહ જાડેજા, પ્રફુલભાઇ કરશનભાઇ પરમારવિજયભાઇ મુમાભાઇ ગોલતર,  સાગરભાઇ કિરીટભાઇ કંઝારીયાઆશીફભાઇ રહિમભાઇ ચાણક્યઅઝરૂદિન જુમાભાઇ ભટ્ટીજીગર કમલેશભાઇ વડગામા વિગેરેનો સમાવેશ થાય છે 






Latest News