હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે રમવા આવેલ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા


SHARE





મોરબીમાં ઘરે રમવા આવેલ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

મોરબી નજીકના ગામ પાસે આવેલ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલ અને પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અને ભોગ બનનારને ચાર લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે

મોરબીમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ વર્ષની દીકરી સાથે વર્ષ ૨૦૧૯ માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને આરોપી રમેશભાઈ બાબુભાઇ મારવણીયા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ઘરે રમવા માટે આવેલ બાળકીને સાથે દુષ્કર્મ આચારવાની ઘટનાનો કેસ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો અને આ કેસમાં સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલ અને ૧૮ મૌખિક પુરાવા તેમજ ૨૬ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને તમામ આધાર પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેસની સજા ફટકારી છે અને ૨૦ હજારનો દંડ કર્યો છે તેમજ ભોગ બનનારના પરિવારને ચાર લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.




Latest News