મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

રાહુલ ગાંધીએ સાવરકરજી નહીં દેશના ક્રાંતિકારીઓનું અપમાન કર્યું છે, હવે ભાજપનું બટન દબાવીને જવાબ આપજો: શિવરાજસિંહ ચૌહાણ


SHARE











રાહુલ ગાંધીએ સાવરકરજી નહીં દેશના ક્રાંતિકારીઓનું અપમાન કર્યું છે, હવે ભાજપનું બટન દબાવીને જવાબ આપજો: શિવરાજસિંહ ચૌહાણ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રત્નકલાના ગ્રાઉન્ડ ખાતે એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ચૂંટણી સભા યોજાઈ હતી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાના સમર્થનમાં યોજાયેલ આ સભામાં શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને ખાસ કરીને તાજેતરમાં રાહુલ ગાંધીએ સાવરકરજીને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે સાવરકરજી નહીં પરંતુ દેશના ક્રાંતિકારીઓનું રાહુલ ગાંધીએ અપમાન કર્યું છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને ભાજપ દ્વારા તેના સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે દરમિયાન મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાના સમર્થનમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રત્નકલાના ગ્રાઉન્ડ ખાતે ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, માજી મંત્રી અને ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી કાંતિભાઈ અમૃતિયાનો ભવ્ય વિજય થશે તેવી લાગણી સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કરી હતી

ત્યારબાદ એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકોણે સંબોધન કર્યું હતું અને તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં દેશની અંદર ક્રાઇમ, કરપ્શન અને કમિશન વધુ હતું જોકે નરેન્દ્ર મોદીના શાસનમાં લોકોના સુખ અને સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ઘર ઘર જ નહીં પરંતુ દુનિયાભરમાં આજે મોદી જ મોદી થઈ રહ્યું છે અને તાજેતરમાં સાવરકરજીને લઈને કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું તે બાબતને લઈને શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે સાવરકરજી નહીં પરંતુ દેશના ક્રાંતિકારીઓનું રાહુલ ગાંધીએ અપમાન કર્યું છે જેથી ગુજરાતના મતદારો તેનો જવાબ ઇવીએમમાં ભાજપનું બટન દબાવીને આપશે

આટલું જ નહીં આમ આદમી પાર્ટીને પણ આડે હાથે લેતા કહ્યું હતું કે એક જમાનામાં ટેમ્પલ નહીં ટોયલેટ બનાવવાની જરૂર છે તેવું કહેનારા હવે લક્ષ્મીજીના ફોટોને ચલણી નોટ ઉપર છાપવાનું કહી રહ્યા છે જેથી કરીને ગુજરાતના લોકોએ યાદ રાખવાની જરૂર છે કે મોદી કલ્પવૃક્ષ છે અને કેજરીવાલ બબુલ કા પેડ હૈ અંતમાં શિવરાજ સિંહ ચૌહાણ એ મોરબી માળિયા વિધાનસભા બેઠક સહિત ગુજરાતની વિધાનસભામાં અત્યાર સુધીના જે પરિણામો આવ્યા છે તે તમામ રેકોર્ડ વર્ષ ૨૦૨૨ ની ચૂંટણીમાં તુટશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હત






Latest News