હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એક્સેસીબીલીટી ઓબ્ઝર્વર જેનું દેવને વરિષ્ઠ નાગરિકો માટેની વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી


SHARE





મોરબી જીલ્લામાં એક્સેસીબીલીટી ઓબ્ઝર્વર જેનું દેવને વરિષ્ઠ નાગરિકો માટેની વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી 

મોરબી જિલ્લામાં એક્સેસીબીલીટી ઓબ્ઝર્વર જેનું દેવન એ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચૂંટણી સાથે સંબંધિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરએ જિલ્લામાં દિવ્યાંગો માટે કરવામાં આવેલી તથા આગામી સમયમાં ઉભી કરવાની થતી સુવિધાઓના આયોજનની સરાહના કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ચૂંટણીમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ કે સિનિયર સિટીઝન્સ મતદાનથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા અંગે સુચના આપી હતી.


આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી પંડ્યાનિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડમોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાહળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, PWD નોડલ અધિકારી  અને ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી વૈશાલીબેન જોશી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક બાદ એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરએ જિલ્લામાં ૬૭-વાંકાનેર વિધાનસભામાં આવતા મતદાન મથકો તથા બુથની મુલાકાત લીધી હતી.. તેમણે દરેક મતદાન મથકો પર આગામી ચૂંટણીના સમયે દિવ્યાંગો માટે અને ૮૦ વર્ષની ઉંમરથી ઉપરના સિનિયર સિટીઝન્સ માટે કરવામાં આવનારી રેમ્પવ્હીલચેર તેમજ વાહનોની વ્યવસ્થાની ચકાસણી કરી હતી. જે મુલાકાત દરમિયાન મુખ્ય ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વાંકાનેરમામલતદાર વાંકાનેર અને PWD નોડલ અધિકારી મોરબી તેમની સાથે જોડાયા હતા.




Latest News