મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

રાજકોટ ગુરુકુલના અમૃત મહોત્સવના ઉપક્રમે મોરબી ખાતે યોજાયું ભવ્ય અમૃત સંમેલન


SHARE





રાજકોટ ગુરુકુલના અમૃત મહોત્સવના ઉપક્રમે મોરબી ખાતે યોજાયું ભવ્ય અમૃત સંમેલન

રાજકોટ ગુરુકુલને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ડીસેમ્બરમાં ઉજવાનાર મૂલ્ય સભર અમૃત મહોત્સવના ઉપલક્ષમાં મોરબીના રવાપર ગામ પાસે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અમૃત સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

જેમાં વિરલ વ્યક્તિત્વ ધરાવનાર પ્રગલ્ભ મહાપુરુષ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીમહંત સ્વામીનારાયણપ્રસાદ સ્વામી તથા ૩૫ જેટલાં પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતો આવ્યા હતા જેના દર્શન અને આશીર્વચનનો હારી ભક્તોએ લાભ લીધો હતો અને રાજકોટના અમૃત મહોત્સવનું આમંત્રણ સ્વામિ દ્વારા હારી ભક્તોને આપવામાં આવ્યું હતું ત્યારે નાના બાળકો દ્વારા ભક્તિનૃત્યો તથા યુવાનો દ્વારા પારિવારિક મૂલ્યોને પોષિત કરતું રૂપક પ્રસ્તુત કર્યું હતું. સાથે સાથે ઝૂલતાં પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવગંત આત્માઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ૧૫ મો અધ્યાય પુરુષોત્તમ યોગનું ગાન કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે મોરબીના ઉદ્યોગપતિ ગોવિંદબાઈ વરમોરામગનભાઈ ભોરણીયાવલ્લભભાઈ ગાંભવાવિનુભાઈ ભોરણીયાઅરુણભાઈ કાલરીયા સહિત ૧૪૦૦ ઠી વધુ ભાવિકો હાજર રહ્યા હતા અને સંતોના દર્શન અને સત્સંગનો લાભ લીધો હતો




Latest News