મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

હળવદના કણબીપરામાં પ્રકાશભાઈ વરમોરાની જંગી જાહેર સભા યોજાઇ: મતદારો વિજયની મહોર લગાવવા મક્કમ


SHARE







હળવદના કણબીપરામાં પ્રકાશભાઈ વરમોરાની જંગી જાહેર સભા યોજાઇ: મતદારો વિજયની મહોર લગાવવા મક્કમ

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં હાલમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે શહેર તેમજ ગામડાના યુવા મતદારો સહિતના મતદારો ભાજપની સાથે છે અને રહેશે તેવો કોલ આપેલ છે ત્યારે આ બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરાને વિજયની મહોર લગાવવા માટે મતદારો મક્કમ બનેલ છે તેવી કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનો તેના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ગામડામાં વડીલો સહિતના મતદારો તેમજ ખાસ કરીને પહેલી વખત મતદાન કરનારા યુવા મતદારો તરફથી પ્રકાશભાઈ વરમોરાને અભૂતપૂર્વક જન સમર્થન મળી રહ્યું છે અને આ બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય હશે તે હાલમાં જનસંપર્કમાં લોકો તરફથી મળી રહેલા આવકાર ઉપરથી સાબિત થઈ ગયું છે

હળવદ શહેરના કણબીપરા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાની જાહેર સભા રાખવામા આવી હતી જેમાં મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ બિપીનભાઇ દવે, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, જસુભાઈ પટેલ, હળવદ તાલુકા ભાજપના પ્રમુખ વસુદેવભાઈ સિનોજીયા, દાદભાઈ ડાંગર, અજયભાઈ રાવલ, નીતિનભાઈ પટેલ, કેતનભાઈ દવે, કિશોરભાઈ દલવાડી, વલ્લભભાઈ પટેલ, રજનીભાઈ સંઘાણી, દિવ્યાંગ પટેલ, અનિલભાઈ પટેલ, જયેશભાઇ પટેલ, મુસ્લિમ સમાજના આગેવાન હબીબભાઈ અને વોરા સમાજના આગેવાન અબીજરભાઈ વોરા સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

ત્યારે સ્વચ્છ પ્રતિભા અને સેવાકીય ભાવનામાં હાર હંમેશ અગ્રેસર રહેતા પ્રકાશભાઈ વરમોરાની ભવ્ય જીત ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠક ઉપર હશે તેવો ભાજપના આગેવાનો અને હોદેદારોએ વિશ્વાસ વ્યક્ત કરલે છે અને દરેક જ્ઞાતિ સમાજ તરફથી પ્રકાશભાઈને જે આવકાર મળી રહ્યો છે તે જ ભાજપે આ વિસ્તારમાં કરેલા વિકાસ કાર્યોનો બોલતો પુરાવો છે તેવી પણ ભાજપના સિનિયર આગેવાનોએ લાગણી વ્યક્ત કરી હતી ત્યાર બાદ સભાને સંબોધતા પ્રકાશભાઈ વરમોરાએ કહ્યું હતું કે, ભાજપના આગેવાનો જે બોલે છે તે કરે છે તે સહુ કોઈ જાણે જ છે એટલા જ માટે ભાજપને ગુજરાતનાં દરેક જિલ્લા અને તાલુકામાંથી મતદારો તરફથી આશીર્વાદ મળી રહ્યા છે તે હકકિત છે આ બેઠક ઉપર ભાજપની જીતને લઈને કોઈ શંકા નથી જો કે, મતદારો આ વખતે અગાઉની દરેક ચૂંટણીનાં પરિણામનો રેકોર્ડ તોડી નાખશે તેવું હાલમાં મતદારોના આવકાર ઉપરથી સ્પષ્ટ પણે દેખાઈ રહયું છે






Latest News