મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં પ્લાસ્ટિકનો ધંધો બરોબર ચાલતો ન હોય દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE





મોરબીમાં પ્લાસ્ટિકનો ધંધો બરોબર ચાલતો ન હોય દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના અમરનગર ગામનો યુવાન ટંકારા તાલુકાના લજાઈ નજીક તેના કારખાને ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો અને ધંધો બરોબર ચાલતો ન હોય તેણે ઉપરોક્ત પગલું ભરી લીધુ હોવાનો ખુલ્યું હતું.

બનાવની જાણવા મળતી માહીતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામે બાલમંદિરની પાસે રહેતા ઉપેન્દ્રભાઈ ભૂદરભાઈ પાંચોટિયા નામનો ૩૭ વર્ષેનો યુવાન ટંકારા તાલુકાના લજાઈ ચોકડી નજીક આવેલ હડમતીયા રોડ ઉપર વિનાયક પ્લાસ્ટિક કંપની નામના કારખાનામાં ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે ઉપેન્દ્રભાઈ પાંચોટિયાનો પ્લાસ્ટિકનો ધંધો છેલ્લા થોડા સમયથી બરોબર ચાલતો ન હોય અને આર્થિક સંકળામણ રહેતી હોય તેને લઈને તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હતું હાલ તેઓ સારવાર હેઠળ છે.પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસે ટંકારા પોલીસને બનાવ અંગ જાણ કરવામાં આવી હતી.જ્યારે મૂળ બગથળા ગામનો વતની અને હાલ મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૪ માં રહેતો ગોપીભાઈ ચતુરભાઈ મકવાણા જાતે દેવીપુજક નામનો ૨૨ વર્ષનો યુવાન કોઈ અજાણી દવા પી જતા તેને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જોકે હાલ ગોપીભાઈ મકવાણા બેભાન હાલતમાં હોય બનાવના કારણ સંદર્ભે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

મારામારીમા ઇજા

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક મારામારીના બનાવમાં જામનગરના રહેવાસી તિલક રમેશભાઈ ધોણાદિયા (૨૪) અને વિશાલ હેમંત રાઠોડ (૨૫) નામના બે યુવાનોને ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટીમાં ઘર પાસે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બાજુ બાજુમાં રહેતા મહેશ હરખાભાઈ વાઘેલા (૨૬) અને દીપક તિલકપ્રસાદ આર્યા (૪૫) ને ઉજાઓ થતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

ટંકારાના વીરપર ગામના શાંતાબેન જગદીશભાઈ ચાવડા નામના ૬૦ વર્ષના વૃદ્ધા શાક માર્કેટ પાસેથી જતા હતા ત્યાં તેઓને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે માળિયાના મોટા દહીંસરા ગામનો દીપક ધીરુભાઈ મૈયડ નામનો ૩૪ વર્ષનો યુવાન દહીસરાથી પીપળીયા ગાડી લઈને જતો હતો ત્યારે ગાડી ટ્રક સાથે અથડાતા ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો. તેમજ ટંકારાના જબલપુર ગામે રહેતો દુધામ અગરુભાઈ ભુરીયા જાતે આદિવાસી નામનો ૨૪ વર્ષનો યુવાન હસુભાઈની વાડીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર માટે ખસેડાયો હતો.




Latest News