મોરબીના સનાળા ગામે નશાની હાલતમાં યુવાન એસિડ પી જતાં સારવારમાં ખસેડાયો
ટંકારાના લજાઈ ગામે પાણીના બદલે એસિડની બોટલમાંથી ઘૂટડો પી જતાં મહિલા સારવારમાં
SHARE
ટંકારાના લજાઈ ગામે પાણીના બદલે એસિડની બોટલમાંથી ઘૂટડો પી જતાં મહિલા સારવારમાં
ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ કારખાનામાં રહેતી મહિલાએ તેની ત્રણ વર્ષની દીકરી પાસે પાણીની બોટલ માંગી હતી જેની બદલે તેની દીકરીએ એસિડની બોટલ આપી દેતા ભૂલથી સૂતા સૂતા મહિલા એસિડની બોટલમાંથી ઘૂટ મારી ગઈ હતી તેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલને ખસેડવામાં આવી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ધાર્મિક ઓટો પ્રિન્ટ કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સનીભાઈ યાદવના પત્ની રેશમાબેન (૨૨) પોતાના ઘરે હતા ત્યારે તેમણે સુતા સુતા તેની ત્રણ વર્ષની દીકરીને નાવ્યા પાસેથી પાણીની બોટલ મંગાવી હતી અને પાણીની બોટલના બદલે તેની દીકરી એસિડની બોટલ લઈને ભૂલથી આવી ગઈ હોય મહિલાએ સૂતા સૂતા તે એસિડની બોટલમાંથી ઘુટ મારી લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક તેના પતિ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકો પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે અને તેને સંતાનમાં ત્રણ વર્ષની દીકરીને નાવ્યા અને ૯ મહિનાની દીકરી કાવ્યા છે હાલમાં ટંકારા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
સાપ કરડી ગયો
માળીયા મીયાણા તાલુકામાં આવેલ નવલખી પોર્ટ પાસે સાપ કરડી જતા રામશંકર રામઆધાર (૨૪) રહે. દહીસરા વાળાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના વાંકાનેર દરવાજા પાસેથી મોરબીના જૂનું રોડ ઉપર રહેતા જગદીશભાઈની દીકરી મનીષાબેન (૬) પગપાળા ચાલીને જતી હતી ત્યારે કોઈ અજાણ્યા રીક્ષા ચાલકે તેને હડફેટે લીધી હતી જેથી કરીને મનીષાને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર ગામથી લીલાપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી રવાપર રોડ પર રહેતા ગોરધનભાઈ માધવજીભાઈ પરમાર પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે તેનું બાઈક બસ સાથે એસપી રોડ ઉપર અથડાયું હતું જેથી તેને ઇજાઓ થઈ હોવાથી ગોરધનભાઈ પરમારને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે