હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે નવી બનતી બાંધકામ સાઈટમાં બીજા માળેથી નીચે પડતા યુવાનનું મોત


SHARE





મોરબીના રવાપર ગામે નવી બનતી બાંધકામ સાઈટમાં બીજા માળેથી નીચે પડતા યુવાનનું મોત

મોરબીના રવાપર ગામે નવી બની રહેલ બાંધકામ સાઇટના બીજા માળેથી નીચે પડી જતા મૂળ છત્તીસગઢના મજૂર યુવાનનું મોત નિપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે બનાવને પગલે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે આજે સવારે બીપીનભાઈ કાવર નામના કોન્ટ્રાક્ટર દ્વારા જાણ કરવામાં આવી હતી કે, મોરબીના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલથી આગળ વેલકમ પ્રાઇડ નામના નવા બની રહેલ બાંધકામ સાઇટની પાસે અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો છે. જેથી કરીને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી. પ્રથમ મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા બાદ બનાવ સ્થળે તપાસ કરવામાં આવતા મૃતક યુવાનનું નામ હેમુસિંહ રઘુવીરસિંહ મરકામ જાતે આદિવાસી (ઉમર ૨૨) હાલ રહે. વેલકમ પ્રાઇડ બીજા માળે રવાપર મોરબી મૂળ રહે બુધવારી તા.લોરમી જી.મૂંગેલી છત્તીસગઢ હોવાનું ખુલ્યું હતું. વધુમાં મળતી માહિતી મુજબ છ માળના બની રહેલ બાંધકામ સાઈટમાં મૃતક હેમોસિંહ આદિવાસી પોતાના કાકા સહિતના સગાઓની સાથે બીજા માળે રહેતો હતો અને ગતરાત્રિના પરિવારજનો સાથે સુતા બાદ આજે વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં કોઈ કારણસર હેમુસિંહ આદિવાસી બીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી તેનું મોત નિપજેલ છે. સંભવતઃ ઊંઘમાં કે બાથરૂમ કરવા નિચે ઉતરતા સમયે તે અકસ્માતે નીચે પડી ગયો હોવાના પ્રાથમિક અનુમાન સાથે એ ડિવિઝન પોલીસ મથકના નંદરામભાઇ દ્રારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

નવોઢા સારવારમાં

મોરબીના વજેપરા શેરી નંબર ૨૩ માં રહેતા મનિષાબેન વજુભાઈ પાંચિયા નામની ૧૯ વર્ષીય પરણીતાએ તેના ઘેર કોઈ અજાણી દવા પી લેતા તેણીને અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ જે.એ. ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.વધુમાં મળતી માહિતી મુજબ મનિષાબેનનો લગ્નગાળો સાત માસનો જ હોય પોલીસ દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા મોહનભાઈ દામજીભાઈ ડાભી નામના ૭૯ વર્ષના વૃદ્ધ બજારમાંથી પરત પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

સુરેન્દ્રનગરના જાંબુડીયા ગામના રહેવાસી વિક્રમ રામજીભાઈ ધાંધલ નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના લાલપર ગામ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની પીપળીયા ચોકડી પાસે આમરણ તરફના રસ્તે પેટ્રોલ પંપ પાસે રસ્તો બનાવવાનું કામકાજ કરતા સમયે ઊંચાઈએથી પડી જતા પગના ભાગે ઈજા પામેલ નવકુશ સત્યપ્રકાશ લોધી નામના ૩૦ વર્ષના પરપ્રાંતીય મજૂરને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.




Latest News