મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ઓછામાં ઓછું ૧૦ લાખનું વળતર આપવું જોઈએ: હાઇકોર્ટ


SHARE











મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ઓછામાં ઓછું ૧૦ લાખનું વળતર આપવું જોઈએ: હાઇકોર્ટ

મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાને લઈને આજે હાઇકોર્ટેમાં સૂઓમોટો અને જાહેર હિતની અરજી પર સુનાવણી થઇ છે. ત્યારે પુલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાય તેમજ અન્ય કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવેલ સહાયની રકમથી મહીલી લીધી હતી અને ખાસ કરીને સરકારે જે સહાય ચૂકવી છે તેની સાથે ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે અને જે ઘરમાં એક માત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને ચાર લાખ નહીં દસ લાખનું વળતર ચુકવવું જોઈએ તેવું કહ્યું હતું અને આ કેસની હવે આગામી ૧૨ તારીખે સુનાવણી હાથ ધરાશે.

આજે હાઈકોર્ટેમાં જે સુનાવણી કરવામાં આવી હતી ત્યારે હાઇકોર્ટમા ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે આ ઘણામાં મૃત્યુ પામેલા લોકોમાંથી કેટલાકના નામ લઈને તેની ઉમર પણ જણાવી હતી અને ખાસ કરીને ૩૦થી ૪૦ વર્ષના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે જે ઘરના એક માત્ર કમાનાર હોઈ શકે. ત્યારે મૃતકોને ચાર લાખનું વળતર પૂરતું નથી. જેનાથી અમને સંતોષ નથી. કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું હતું કે, સરકારે ઓછામાં ઓછું ૧૦ લાખનું વળતર ચૂકવવું જોઈએ. અને જે લિસ્ટ મૃતકોનું બનાવ્યું છે તેમાં મૃતકોની જ્ઞાતિ જાતિ લખવામાં આવી હતી જેથી કરીને તે બાબતે પૂછયું હતું અને કહ્યું હતું કે, તમામ મૃતકો સમાન છે

 

મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યા પછી સરકાર અને ખાનગી ડોનર તરફથી શું સહાય કરવામાં આવી છે તેની તમામ માહિતી મ્લેવી હતી જેમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પાંચ કરોડ રૂપિયા બાળકો માટે આપવામાં આવી છે જેમાંના સાત બાળકોએ તેના માતા-પિતા બનોને આ દુર્ઘટનાની અંદર ગુમાવ્યા છે અને ગુજરાત તેમજ ભારત સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવી દેવામાં આવી છે અને બાળકોને ત્રણ ત્રણ હજાર રૂપિયા માસિક મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી છે ત્યારે હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે ૩૦૦૦ રૂપિયા હાઈલી અનસફીસીયન્ટ છે અને આ રકમમાં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહિ આવે વળતર પૂરતું નથી આ ઉપરાંત સીએમ રિકીફ ફંડમાંથી તેમજ કેન્દ્ર સરકાર તરફથી અને ખાનગી ડોનર તરફથી જે સહાય કરવામાં આવી હોય તેની સંપૂર્ણ ડીટેલ આગામી સુનવણીમાં વકીલ પાસેથી માગવામાં આવેલ છે

વધુમાં હાઇકોર્ટના ચીફ જસ્ટીસે કહ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી મૃતકોને ચાર લાખની સહાય આપવામાં આવી છે તે અપૂરિત છે કેમ કે, ઘરમાં મુખ્ય કમાનારા વ્યક્તિ કે કોઈ યુવાન આ ઘટનામાં મૃત્યુ પામેલા છે જેથી કરીને મૃતકોને ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા આપવા જોઈએ તેમજ મોરબીના રાજમાતા દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક એક લાખ રૂપિયાની જે સહાય ચૂકવવામાં આવી છે તેની પણ નોંધ કરવામાં આવી છે તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મૃતકના પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તોને જે પણ સહાય આપવામાં આવી છે તેની માહિતી પણ હાઇકોર્ટમાં આપવામાં આવેલ છે આટલું જ નહીં ઝુલતા પુલની દુર્ઘટનામાં ઘણા બધા લોકોને ઇજાઓ થયેલ છે જેમાં ફ્રેક્ચર અને ગંભીર પ્રકારની ઇજાઓ પણ છે જેથી કરીને ઈજાગ્રસ્તોની યાદી સાથે ડિટેલ એફિડેવેટ હાઇકોર્ટ દ્વારા માગવામાં આવ્યું છે અને ઇજાગ્રતોને તેઓ સંપૂર્ણ ફિટ ન થાય ત્યાં સુધી દર મહિને ૮૦૦૦ રૂપિયા આપવા માટે થઈને સરકારને કહેવામા આવેલ છે આટલું જ નહીં પરંતુ આ સહાયની રકમ ચૂકવવાની જાણ પણ હાઇકોર્ટને કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે

ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનો પણ હાઇકોર્ટમાં અરજી દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ઉપરાંત મૃતકોને ૨૫ લાખ રૂપિયાનું વળતર તેમજ જવાબદાર કંપનીના લોકો સામે કાર્યવાહીની માંગ સાથે અન્ય એક અરજી પણ કરાઇ છે. જેની આજે હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને મોરબી ઝુલતા પુલના મેન્ટેનન્સ અંગેની આખી રેકોર્ડ ફાઈલની ઓરીજનલ કોપી પણ કોર્ટમાં સીલબંધ કવરમાં મંગાવવામાં આવી છે અને અત્રે ઉલ્લેખનિય છે કે, ૩૦ ઓક્ટબરે સાંજે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં ૧૩૫ થી વધુ લોકોના મોત થયા હતા. અને પાલિકાની લાપરવાહીના કારણે






Latest News