હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ નજીક રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર જેલ હવાલે


SHARE





મોરબીના કંડલા બાયપાસ નજીક રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર જેલ હવાલે

મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીની સાથે દૂર વ્યવહાર કરવામાં આવ્યો હોય ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને આરોપીને પકડીને જેવ હવાલે કરાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપરના રહેણાંક વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું અને બાદમાં સગીરને "તારા ભાઈ અને પિતાને મારી નાંખીશ" તેવી ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ સગીરા ડરી ગઈ હતી બાદમાં પરિવારજનોને સમગ્ર હકીકતની જાણ થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે સગીરાના પિતાએ નરસી નથુભાઇ સોલંકી નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૭૬ (દુષ્કર્મ), પોકસો સહીતની હેઠળ ગુનો નોંધ્યો હતો જેની તપાસ પીએસઆઇ પુષ્પાબેન આર.સોનારાને સોંપવામાં આવેલ હોય તેઓએ દુષ્કર્મ અને પોકસોના ગુનામાં નરસી નથુભાઇ સોલંકી (ઉમર ૩૩) રહે. પચ્ચીસ વારીયા હનુમાન મંદીરની પાસે કંડસા બાયપાસ મોરબીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરાયો છે.

વાહન અકસ્માતના બનાવમાં ઈજા

મોરબીના ધુળકોટ ગામે રહેતો નરેશ મનજીભાઈ પરમાર નામનો યુવાન ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના સમયે કામ ઉપરથી પરત ઘરે જતો હતો ત્યારે રસ્તામાં અમરાપર અને વાવડી ગામ વચ્ચે તેના બાઇકની આડે અચાનક રોજડુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી તે પગના ભાગે ઈજા પામતા તેને અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.હાલ તાલુકા પોલીસ મથકના જે.એમ. જાડેજા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા બાબુભાઈ મોહનભાઈ મુંધવા નામના યુવાનને આરગીલ સિરામિક નજીક આઇસર ટ્રકના ચાલકે હડફેટે લેતા હાથે-પગે અને પેટના ભાગે ઇજાઓ પામતા તેને સારવારમાં ખસેડાયો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીના ગુનામાં ધરપકડ

મોરબીના શકત શનાળા ગામે કાર ચલાવતા સમયે બોલાચાલી થયા બાદ સામસામી મારામારી થઈ હતી જે બનાવવામાં તપાસ અધિકારી નંદરામભાઇ મેસવાણીયા દ્વારા અગાઉ અમુક હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હતી. જે ઉપરાંત ગઈકાલે વધુમાં નીતિન મહેશ સોલંકી (ઉમર ૨૦) રહે. શનાળા મુરલીધર હોટલ પાછળ વાળાની ઉપરોક્ત મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી.




Latest News