મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી હાથ બનાવટના જામગરી હથિયાર સાથે એક પકડાયો


SHARE











મોરબીના લાલપર પાસેથી હાથ બનાવટના જામગરી હથિયાર સાથે એક પકડાયો

મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી જેવું હથિયાર મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને હાલમાં તે શખ્સની ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલમાં ગેરકાયદેસર હથિયાર પકડવા માટે અને ગુનેગારોને પકડવા માટે થઈને પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મોરબી તાલુકાના લાલપર ગામ પાસે બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસે પેન્ટના નેફામાંથી હાથ બનાવટની લોખંડની જામગરી જેવું હથિયાર મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે બે હજાર રૂપિયાની કિંમત હથિયાર કબજે કરેલ છે અને સંજયભાઈ ભરતભાઈ ઝિંઝવાડીયા જાતે કોળી (૨૬) રહે. વિદ્યાનગર સોસાયટી એન.જી. મહેતા સાયન્સ કોલેજ સામે આશાપુરા પાન પાસે મોરબી મૂળ રહે વેજલપર વાળાની ધરપકડ કરેલ છે અને તે આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

જુગાર

મોરબીના વાવડી રોડ ઉપર બાપાસીતારામની મઢુલી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપર મનોજગર બટુકગત ગોસ્વામી જાતે બાબાજી (ઉંમર ૩૪) રહે. ભગવતી પાર્ક વાવડી રોડ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય તેની પાસેથી ૩૦૦ ની રોકડ કબજે કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જુગાર

મોરબીના જેતપર ગામની સીમમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી ધર્મેન્દ્રભાઈ ગોકળભાઈ હમીરપરા જાતે કોળી, લાલજીભાઈ ધનજીભાઈ સાતોલીયા જાતે કોળી અને પેથાભાઇ સિધ્ધરાજભાઈ હમીરપરા જાતે કોળી જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૩૬૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News