હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસેથી બાળકનું અપહરણ


SHARE





મોરબીના ઘૂટું ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસેથી બાળકનું અપહરણ

મોરબી નજીકના ઘૂટું ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસેથી બાળકનું કોઈ અજાણ્ય શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા બાળકના ફૈબાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને બાળકને શોધવા માટે થઈને કવાયત શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ જીવાપર ગામના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા લીલાબેન પિયુષભાઈ કાલરીયા જાતે પટેલ (ઉંમર ૨૯)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૩/૧૧ ના બપોરના બે વાગ્યાના અરસામાં ઘુટુ ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાએ તેનો ભત્રીજો મુકેશ (ઉંમર ૧૩) ગયો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેને કોઈપણ કારણોસર ભગાડી જઈને અપહરણ કરી ગયેલ છે અને તેનો પતો તા ૨૫ ના સાંજના ૭ વાગ્યા સુધી કોઈ જગ્યાએથી ન લાગતાં બાળકના અપહરણની ફરિયાદ ગુમ થયેલા બાળકના ફૈબા લીલાબેન પિયુષભાઈ કાલરીયાએ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને બાળકને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા ગુમ થયેલા મુકેશના પિતાનું કુબેર સિનેમા પાસે માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું અને હાલમાં ગુમ થયેલ બાળક તેના ફૈબા અને ફુવા સાથે રહેતો હતો અને તે ગુમ થયો હોવાથી ફૈબા અને ફુવા સહિતના પરિવારજનો તેમજ પોલીસ બાળકને શોધી રહે છે




Latest News