હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈકની ચોરી


SHARE





મોરબીમાં ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈકની ચોરી

મોરબીમાં પરાબજાર પાસે આવેલ ત્રિકોણબાગના પાર્કિંગમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નાનીવાવડી ગામે રામ ડેરીની બાજુમાં રહેતા દિનેશભાઈ ભગવાનજીભાઈ અંદરપા જાતે પટેલ (ઉંમર ૪૧) ગત તા. ૨૨/૧૧ ના સાંજના છ વાગ્યાના અરસામાં મોરબીમાં પરાબજાર પાસે આવેલ ત્રિકોણ બાગના નગરપાલિકાના પાર્કિંગમાં પોતાનું બાઈક જીજે ૩ ડિએચ ૭૫૦૬ મૂકીને ગયા હતા. જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૧૫૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં દિનેશભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાહન અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના લજાઈ ગામના વતની વિઠ્ઠલભાઈ હરજીભાઈ વામજા નામના ૬૦ વર્ષના આધેડ મોરબી તાલુકાના બગથડા અને વાવડી ગામની વચ્ચેથી પોતાનું બાઈક લઈને જતા હતા તેઓ પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના બાઈકની આડે રોજડુ ઉતરતા સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા વિઠ્ઠલભાઈ વામજાને અહીંની હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જેથી કરીને હાલમાં તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જયારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે રહેતા મુકેશ દેવસિંગ ગણાવા નામના ત્રીસ વર્ષના યુવાનને કુબેર ટોકીઝ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News