હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં રિવર્સમાં આવતી બોલેરોના ચાલકે માથું કચડી નાખતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત


SHARE





મોરબી નજીક કારખાનામાં રિવર્સમાં આવતી બોલેરોના ચાલકે માથું કચડી નાખતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ કારખાનામાં બેફિકરાઇથી બોલેરો ગાડીને રિવર્સમાં લેતા પાછળના ભાગમાં રમી રહેલ દોઢ વર્ષના બાળક ઉપર બોલેરોનું ટાયર ફરી વળ્યું હતું જેથી કરીને બાળકને માથામાં ગંભીર ઈજા થતાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને હાલમાં મૃતક બાળકના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીમાં રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ક્રીડ કેમિકલ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ભીલુભાઈ ઉર્ફે રાહુલ કમરૂભાઈ બિલવાલ જાતે ભીલ આદિવાસી (ઉંમર ૨૫) એ બોલેરો ગાડી નં જીજે ૧૩ એડબલ્યુ ૯૮૪૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેનો દોઢ વર્ષનો દીકરો કાર્તિક ભીલુભાઈ બિલવાલ પોતાની રૂમ પાસે રમતો હતો ત્યારે બોલેરો ગાડીના ચાલકે ગફલત ભરી રીતે પોતાની ગાડીને બેફિકરાઈથી રિવર્સમાં લીધી હતી ત્યારે ક્લીનર સાઈડના પાછળના ટાયરમાં તેના દોઢ વર્ષના દીકરાનું માથું આવી જવાના કારણે તેને ગંભીર ઇજા થઈ હોવાથી બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યારબાદ બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકના પિતાએ બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ મોરબી ટ્રાન્સપોર્ટની બાજુમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા રસીદ જુમાભાઈ ચૌહાણ જાતે સિપાહી (ઉંમર ૩૬) રહે. મચ્છીપીઠ મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૫૪૩૦ ની રોકડ કબજે કરી હતી અને તેની પાસેથી રસીદ ઘોઘારી રહે. વિસાવદર મેઇનબજાર વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગાર

માળીયા મીયાણાના કોળીવાસમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે અબ્દુલ ઉર્ફે અબલો હબીબભાઈ જેડા (ઉંમર ૪૦) અને હિતેશ દેવજીભાઈ ચાવડા (ઉંમર ૨૫) રહે. બંને માળિયા મીયાણા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૬૦ ની રોકડ કબજે કરી તેની સામે જુગાર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News