વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા  હળવદના કાવડિયા ગામનો બનાવ: કામ ધંધો સરખો ન કરે ત્યાં સુધી પરત આવવાની રિસામણે બેઠેલ પત્નીએ ના પડતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

ધાંગધ્રા-હળવદ બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરાને ગામે ગામ વિજયભવના આશીર્વાદ: મહિલા મોરચાનું વિશાળ સંમેલન યોજાયું


SHARE











ધાંગધ્રા-હળવદ બેઠક ઉપર પ્રકાશભાઈ વરમોરાને ગામે ગામ વિજયભવના આશીર્વાદ: મહિલા મોરચાનું વિશાળ સંમેલન યોજાયું

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનો જંજાવતી પ્રવાસ ચાલી રહ્યો છે અને ત્યારે ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓ તેની સાથે ગામે ગામે એક એક મતદાર સુધી પહોચી રહ્યા છે ત્યારે જુદાજુદા ગામના પ્રવાસમાં લોકો તરફથી વિજયભવના આશીર્વાદ પ્રકાશભાઈ વરમોરાને આપવામાં આવી રહ્યા છે દરમ્યાન ધ્રાંગધ્રા મધ્યસ્થ કાર્યાલય ખાતે માજી મંત્રી અને પૂર્વ મહિલા સાંસદની હાજરીમાં મહિલા મોરચાનું મહા સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી અને ધ્રાંગધ્રા તાલુકાનાં ૧૪ ગામડાનો પ્રવાસ પણ કરવામાં આવ્યો હતો

ધ્રાંગધ્રા મધ્યસ્થ કાર્યાલય ખાતે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યનું માજી મંત્રી આઈ.કે. જાડેજા તેમજ પૂર્વ સાંસદ  ભાવનાબેન દવે અને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરાના અધ્યક્ષ સાથે મહિલા મોરચાનું મહા સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં પ્રભારીઓ, ધ્રાંગધ્રા વિધાનસભાના ઇન્ચાર્જઓ, જિલ્લાના હોદેદારો, ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય મહિલા મોરચાના હોદેદારો, શહેર સંગઠન હોદ્દેદારોઓ, નગરપાલિકાના સુધરાઈ સભ્યઓ, ધ્રાંગધ્રા અને હળવદના દરેક મોરચાના હોદ્દેદારોઓ, શક્તિ કેન્દ્રના પ્રભારીઓ અને સંયોજકો, બૂથ ઇન્ચાર્જઓ, પેજ સમિતિના પ્રમુખશ્રીઓ, પૂર્વ હોદેદારોઓ, પૂર્વ સુધરાઈ સભ્યઓ,વિસ્તારક, APMC ના ડિરેક્ટરઓ,પીપલ્સ કો.ઓપરેટિવ બેંકના ડિરેક્ટરઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા

તો તા ૨૫ ના રોજ ધ્રાંગધ્રા તાલુકાનાં તેમના મત વિસ્તારના ગામનો ચૂંટણી પ્રવાસ કરવામાં આવ્યો હતો અને તેમાં ભેચડા, ગાજનવાવ, બાવળી, હરિપર, ઈશદ્રા, વાવડી, સજનપુર, જેસડા, વીરેન્દ્રગઢ, નરાળી, નિમકનગર, સતાપર, ઘનશ્યામગાઢ અને રાજપર ગામની મુલાકાત લીધી હતી. અને ગામોગામાં ભાજપના ઉમેદવારનું ગામના લોકો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રકાશભાઈ વરમોરાને દરેક ગામમાંથી અલ્પનીય આવકાર અને સમર્થન મળી રહ્યું છે ખાસ કરીને ગામડાના લોકો તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક ઉપરથી ભાજપના કમળ સાથે પ્રકાશભાઈ વરમોરાને વિધાનસભામાં મોકલવા માટેનો સંકલ્પ કરવામાં આવેલ છે

ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને ગામડાના સરપંચો અને ગ્રામજનો તરફથી જીતનો કોલ આપવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકોટની ગીરીરાજ હોસ્પિટલ, શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી એવા ગૌભક્ત રમેશભાઈ ઠક્કર અને ભારત સરકાર પશુપાલક મંત્રાલયના માનદ સલાહકાર અને એનિમલ હેલ્પલાઇનના સંચાલક મિતલભાઇ ખેતાણી તેમજ ભારતમાં સ્વદેશી પીણું સબરસના માલિક રામજીભાઈ પનારા, થાનગઢવાળા કાળુભાઈ પટેલ, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના પ્રકાશભાઈ વરમોરાની સાથે જ છે અને તેનો આ બેઠક ઉપર ભવ્ય વિજય થાય તેના માટે કામે લાગી ગયેલ છે






Latest News