હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે ઝાડ કાપતા સમયે ઇલેક્ટ્રીક કટરમાંથી વિજશોક લાગતા યુવાનનું મોત


SHARE





હળવદના માથક ગામે ઝાડ કાપતા સમયે ઇલેક્ટ્રીક કટરમાંથી વિજશોક લાગતા યુવાનનું મોત

હળવદ તાલુકાના માથક ગામે વાડીએ ઝાડ કાપવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ઝાડ કાપી રહેલા યુવાને ઇલેક્ટ્રીક કટરમાંથી વીજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું જેથી મૃતકના મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતો જીવરાજભાઈ નાગજીભાઈ પારજીયા જાતે કોળી (ઉંમર ૪૫) નામનો યુવાન હળવદ તાલુકાના માથક ગામે રહેતા ખુમાનભાઈ વજાભાઈ અસવારની વાડીએ ઇલેક્ટ્રીક કટર વડે ઝાડ કાપવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેને ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ પરબતભાઈ નાગજીભાઈ પારજીયા જાતે કોળી (૩૫) એ હળવદ તાલુકો પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂ

મોરબી તાલુકાના ખાનપર ગામથી ગજડી ગામ તરફ જવાના રસ્તે કાંઠા તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં રાજેશભાઈ ઉર્ફે રાજુ લખમણભાઇ ડાવેરા રહે ખાનપર વાળાની વાડીના સેઢા પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦ લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો જો કે, આરોપી હાજર ન હોય તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News