હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે મહિલાને પિતા-પુત્રે લાકડી-કુહાડી વડે માર માર્યો


SHARE





મોરબીના મકનસર ગામે મહિલાને પિતા-પુત્રે લાકડી-કુહાડી વડે માર માર્યો

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતી મહિલાએ એચડીએફસી બેન્કમાંથી લોન લીધી હતી અને જેના મારફતે લોન લેવામાં આવી હતી તેના મારફતે જ તે મહિલા લોનના હપ્તા બેંકમાં જમા કરવા માટે તેને રૂપિયા આપતી હતી જોકે બેંકમાં હપ્તા ભરવામાં આવતા ન હોવાથી તેણે હપ્તાની રકમ ભરવા માટે થઈને તે શખ્સને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા પિતા પુત્રએ મહિલાને માર માર્યો હતો અને માથાના ભાગે ઊંધી કુહાડી મારવામાં આવી હોય ઇજાગ્રસ્ત મહિલાને પ્રથમ સારવાર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના મકાનસર ગામે રહેતા કિરણબેન અમૃતભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી (ઉંમર ૩૦) હાલમાં દિલીપભાઈ ગંગારામભાઈ મકવાણા અને તેના પિતા ગંગારામભાઈ ચકુભાઈ મકવાણા રહે. બંને મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેને દિલીપ મકવાણા મારફતે મોરબીની એચડીએફસી બેન્કમાંથી ૨૫૦૦૦  રૂપિયાની લોન લીધી હતી જેના હપ્તા ભરવા માટે તેઓ દિલીપને રૂપિયા આપતા હતા જોકે દિલીપે આ રકમ બેંકમાં જમા કરાવી ન હતી જેથી કરીને લોનના હપ્તા ભરી દેવા માટે થઈને ફરિયાદી મહિલાએ તેને કહ્યું હતું જે તેને સારું નથી લાગતા દિલીપભાઈ અને તેના પિતાએ મહિલાને ગાળો આપી હતી અને લાકડી વડે હાથમાં માર્યો હતો તેમજ ગંગારામભાઈએ કુહાડીનો ઊંધો ઘા મહિલાને માથામાં માર્યો હોય મહિલાને ઈજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલ છે અને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પિતા અને પુત્રની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News