હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયા ૨૦૦૦ ની કિંમતની બ્રાન્ડેડ દારૂની એક બોટલ સાથે એક પકડાયો


SHARE





મોરબીમાં રૂપિયા ૨૦૦૦ ની કિંમતની બ્રાન્ડેડ દારૂની એક બોટલ સાથે એક પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા બ્રાન્ડેડ વિદેશી દારૂની એક બોટલ સાથે એક શખ્સને પકડવામાં આવ્યો છે. તે રીતે જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પણ વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઇસમને પકડવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

તાજેતરમાં ચૂંટણીઓ ચાલી રહી છે અને ચૂંટણીમાં બંને પક્ષો તરફથી એકમેક ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેમાં ગેસના ભાવ વધારાનો મુદ્દો પણ મુખ્ય છે. જે ગેસનો બાટલો ૪૦૦-૫૦૦ રૂપિયાનો હતો તે આજે એક હજાર રૂપિયાનો મળે છે તેને લઈને પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને આ મોંઘો ગેસનો બાટલો લોકોને પોસાતો નથી તે હકીકત છે ત્યારે જો વાત કરીએ દારૂની તો દારૂની બોટલ ૩૦૦ ની હતી તે આજે ૨૦૦૦-૩૦૦૦ ની મળે તો પણ ખરીદવામાં વાંધો નથી તેવા પણ લોકો છે.આ પ્રકારની પણ માનસિકતા લોકોમાં જોવા મળે છે તેનું જ એક ઉદાહરણ છે કે મોરબી તાલુકા પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર વિરાટનગરના બસ સ્ટેશન પાસેથી નીકળેલ જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા દરબાર (ઉમર ૩૫) રહે. પીપળી તા.જી.મોરબીને અટકાવી તેની જડતી લેવામાં આવતા તેની પાસેથી મોંઘીદાટ જોની વોકર બ્રાન્ડની બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની એક બોટલ કિંમત રૂા. ૨૦૦૦ મળી આવી હતી જેથી કરીને હાલમાં પ્રોહીબીશન એકટ હેઠળ જીતેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે તે આ મોંઘીદાટ દારૂની બોટલ કોની પાસેથી લાવ્યો હતો..? અને ક્યાં આપવા જતો હતો..? તે દિશામાં તાલુકા પોલીસ મથકના દિનેશભાઈ બાવળીયા સહિતનો સ્ટાફ તપાસ ચલાવી રહ્યો છે.

બે બોટલ દારૂ

મોરબી શહેરના શનાળા રોડ ઉપર સમયના ગેઇટ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે ભાવેશ મનસુખભાઇ ડાભી રહે. ગોકુલનગર વાળાની વિદેશી દારૂની બે બોટલ સાથે પોલીસે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રૂા.૭૫૦ રૂપિયાની દારૂની બોટલ કબ્જે કરેલ છે.

ફીનાઈલ પી લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળ આવેલ વિપુલનગરમાં રહેતા સોનલબેન રોહિતભાઈ ખુમાણ નામની મહિલાએ કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી.જેથી હાલમાં બી ડિવિઝન પીએસઆઇ જે.એલ.ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે રહેતા ગુલાબબા દિલુભા ચૌહાણ નામના ૬૦ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળ બેસીને જતા હતા ત્યારે નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જે અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News