હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામ પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો


SHARE





મોરબીના ટિંબડી ગામ પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પોલીસે દેશી બનાવટના એક તમંચા સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર સાથે રખડતા શખ્સોને જિલ્લા એસજીની ટિમ દ્વારા પકડવામાં આવી રહ્યા છે દરમિયાન મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હોય પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને શબ્બીર ઉર્ફે ટાઈગર કાસમભાઈ કાસમાણી (૨૩) રહે. પંચાસર રોડ લાતી પ્લોટ શેરી નં-૧૪ ખ્વાજા પેલેસ પાસે મોરબી વાળાની અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પોતાની પાસે હથિયાર કેમ રાખતો હતો અને આ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે

 અકસ્માતમાં ઇજા

મોરબી ટંકારા હાઇવે ઉપર ધરતીધન હોટલ પાસેથી પસાર થતી ઇકો ગાડીમાં ફરિયાદી સોનલબેન જગદીશભાઈ ઝાલાવાડીયા જાતે કોળી (૪૩) રહે. રાજકોટ તેમજ અન્ય લોકો બેઠા હતા ત્યારે ઇકો ગાડી નં જીજે ૩ એફકે ૫૦૮૧ ના ચાલાકે તેની ગાડી બેફિકરાઈથી ચલાવીને આગળ જઈ રહેલ વેગેનાર કાર નં જીજે ૩ સીઆર ૩૨૦૮ ની પાછળના ભાગમાં ઇકો કારને અથડાવી હતી જેથી ફરિયાદી સોનલબેનને ખભામાં ફેક્ચર જેવી ઇજા અને અન્ય સાહેદોને પણ નાના મોટી ઈજા થઈ હતી જેથી કરીને તે લોકોને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ સોનલબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઇકો કારને ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News