હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શક્તિ ચેમ્બર પાસે બાઇકને હડફેટે લઇને યુવાનનું મોત નિપજીવનાર ડમ્પર ચાલક પકડાયો


SHARE





મોરબીના શક્તિ ચેમ્બર પાસે બાઇકને હડફેટે લઇને યુવાનનું મોત નિપજીવનાર ડમ્પર ચાલક પકડાયો

મોરબીના મુનનગર ચોક પાસે આવેલ ન્યુ ચંદ્રેશ નગર સોસાયટી શેરી નં-૩ માં રહેતા હર્ષદભાઈ ડાયાભાઈ ફુલતરીયા જાતે પટેલ (ઉમર ૩૬) એ ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૭૦૨૫ ના ચાલક સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, તેમનો કૌટુંબિક ભાઈ કપિલ ફૂલતરીયા (ઉંમર ૨૫) પોતાનું બાઈક લઈને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઉપરોકત ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર બેફિકરાઈથી ચલાવીને કપિલના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં કપિલને માથાના ભાગે ગંભીરતા હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં પીએસઆઇ જે.એલ.ઝાલા તેમજ રાયટર સંજયભાઇ લકુમે ઉપરોક્ત વાહન અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક રમેશ ચિંધાભાઈ રાઠવા (૩૮) રહે. હાલ રફાળેશ્વર વ્હાઇટ હાઉસ પાણીના કારખાના પાસે તા.જી. મોરબી મૂળ રહે. છોટાઉદેપુર વાળાની ધરપકડ કરી હતી.

દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતો જયદીપ જસમતભાઈ સરડવા નામનો ૩૫ વર્ષનો યુવાન બેલા ગામની પાસે આવેલ લેઝવિન સિરામિક નજીક દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવતા આર્થિક કારણોસર જયદીપએ ઉપરોકત પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના મયુરનગર ગામે પંચાયત ઓફિસની પાસે રહેતો વિજય ભુપતભાઈ ડાભી નામનો ૨૪ વર્ષનો યુવાન મોરબીના નવલખી હાઇવે ઉપરથી જતો હતો ત્યારે રસ્તામાં જેપુર ગામના પાટીયા પાસે તેનું બાઈક અન્ય બાઈકની સાથે અથડાતા માથા અને કાનના ભાગે ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તપાસ ચલાવી રહ્યા છે.




Latest News