મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મિત્રના ઝઘડાના સમાધાનમાં ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં બે પકડાયા


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે મિત્રના ઝઘડાના સમાધાનમાં ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં બે પકડાયા

મોરબીના વાંકાનેર હાઇવે  ઉપર રફાળેશ્વર ગામે મિત્રને થયેલ ઝઘડાના સમાધાન માટે સાથે ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો કરાયો હતો. જે બનાવમાં તાલુકા પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના લીલાપર ગામે પ્રકાશનગર વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા નામના ૨૫ વર્ષના યુવાન ઉપર મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકરનગર વિસ્તારમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ગૌતમની સાથે રહેલા તેના અન્ય ત્રણ મિત્રો ઉપર પથ્થરમારો કરીને કુહાડી બતાવવામાં આવી હતી. બાદ ભોગ બનેલ ગૌતમભાઇ મકવાણાએ તાલુકા પોલીસ મથક ખાતે રફાળેશ્વરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા કાલી કિશોર સુમેસરા, પ્રકાશ કણસાગરા જાતે કોળી,  કિશોર મેઘજી સુમેસરા,  જશુબેન કિશોરભાઈ સુમેસરા અને ગજનભાઈ બારોટ નામના પાંચ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં ઉપરોક્ત પાંચ પૈકી કિશોર મેઘજી સુમેસરા (ઉમર ૬૦) અને જશુબેન કિશોરભાઈ સુમેસરા (ઉમર ૫૦) રહે બંને રફાળેશ્વર તા.મોરબી કોર્ટમાંથી આગોતરા જામીન સાથે રજૂ થતા તાલુકા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોડી રાત્રિના બે શંકાસ્પદોને પોલીસે પકડ્યા

તાજેતરમાં ચૂંટણીના દિવસો નજીક છે ત્યારે પોલીસનું નાઇટ પેટ્રોલિંગ ચાલુ હોય બી ડિવિઝન પોલીસ દ્વારા શહેરના બે જુદાજુદા વિસ્તારમાંથી મોડી રાત્રિના મિલકત વિરોધી ગુના આચરે તે પૂર્વ બે ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે જેમા ત્રાજપર ચોકડી પાસેના શોપિંગ સેન્ટર નજીક અંધારામાં તાળા ફંફોસતા દિપક બાબુ ડાભી (૩૫) રહે. વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-૨ ની તેમજ મોરબીના નવલખી રોડ યમુનાનગર સોસાયટી પાસે બંધ દુકાનના તાળા ફંફોસતા દિપક રમેશ સનુરા (૨૨) રહે? ત્રાજપર ચોરાવાળી શેરી મોરબી-૨ ની ધરપકડો કરી બંને વિરુદ્ધ કલમ ૧૨૨ (સી) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીમાં બિલેશ્વર મહાદેવ મંદિરની પાસે રહેતા મધુબેન રમેશભાઈ ચાવડા નામના ૫૫ વર્ષીય આધેડ મહિલા બાઇકમાં બેસીને પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ પાસેથી જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ પહોંચ્યા તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જૂના જાંબુડીયા નજીક આવેલ બેલ સિરામિકના લેબર કોટરમાં રહેતા નયન કાહ્યાભાઈ વાળા નામના ૨૫ વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર દવા પી લેતા તેને ૧૦૮  વડે અત્રેની સિવિલે ખસેડાયો હતો બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા નોંધ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.






Latest News