હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

સોશિયલ મીડિયા સાઇડ ઇફેક્ટ : મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધું હોવાનું ખુલ્યું


SHARE





સોશિયલ મીડિયા સાઇડ ઇફેક્ટ : મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધું હોવાનું ખુલ્યું

મોરબીમાંથી થોડા સમય પહેલા એક વિપ્ર યુવતી ગુમ થઇ હોવાની તેણીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ દરમિયાન ખોલ્યુ હતુ કે યુવતી કોઈ યુવક સાથે છેલ્લા એકાદ વર્ષની સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં હતી અને તેની સાથે પ્રેમ સંબંધ હોય તેની સાથે લગ્ન કરી લીધેલ છે..!

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ બાલાજી હોમ્સમાં રહેતા પ્રમોદભાઈ દિનકરભાઇ અત્રી જાતે બ્રાહ્મણ નામના ૫૭ વર્ષના આધેડે મોરબી સીટી એ ડિવિઝનન પોલીસ મથક ખાતે જે તે સમયે જાણ કરી હતી કે ગત તા.૧૫-૧૦ ના રોજ તેઓની દીકરી રાધિકાબેન (ઉંમર ૨૨) ઘરેથી કોઈને કંઈ પણ જાણ કર્યા વિના જતી રહેલ છે જે અંગે એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગુમસુધા નોંધ દાખલ થવા પામી હતી અને જેની તપાસ દરમિયાન ખુલ્યુ હતું કે ગુમ થયેલા રાધિકાબેનને સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા એકાદ વર્ષથી દિનેશ વસતાભાઇ વાંક રહે. રંગપર જામનગર રોડ રાજકોટ મૂળ રહે. સત્યા કાલાવડ વાળા સાથે પરિચય અને પ્રેમ સંબંધ હોય તેની સાથે તેણે લગ્ન કરી લીધેલા છે અને તા.૨૬-૧૧ ના તે અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસે ધોરણસરની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે નોંધનીય છે કે લાખ કોડ વિચારીને માવતર સંતાનોને મોટા કરે છે અને ત્યારે સંતાનો દ્વારા આવા પગલા ભરી લેતા હોવાના લીધે તેઓના હૃદય છીન ભિન્ન થઈ જાય છે.

ફિનાઈલ પી લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા બોધ્ધનગર વિસ્તારમાં રહેતા ભાવનાબેન લવજીભાઈ મુછડીયા નામની ૩૫ વર્ષની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ફિનાઈલ પી લેતા તેણીને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતા અને મૂળ શકિતનગર વિરવાવ તા.ટંકારાના વતની પ્રવીણભાઇ હંસરાજભાઈ ભાગીયા જાતે પટેલ નામના ૨૮ વર્ષના યુવાને સામાકાંઠે સોઓરડીના સામે આવેલ જિલ્લા પંચાયત કચેરી નજીક પોતાની દુકાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પણ મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના પી.જે.પરમાર દ્રારા કારણ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News