હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી ત્રણ જગ્યાએથી ત્રણ બાઈકની ચોરી


SHARE





મોરબીમાં જુદીજુદી ત્રણ જગ્યાએથી ત્રણ બાઈકની ચોરી

મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તાર તેમજ સનાળા રોડ ઉપરથી જુદી જુદી જગ્યાએથી કુલ મળીને ત્રણ બાઈકની ચોરી થયેલ છે જેથી કરીને બાઈકના માલિકો દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીના જુદા જુદા ત્રણ ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે જોકે બાઈક ચોરીની ફરિયાદ નોંધાય ત્યારે પહેલા જ આરોપી પકડાઈ ગયા છે અને ત્યારબાદ બાઈક ચોરીના ગુના નોંધવામાં આવ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે 

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ કેન્ટીન વાળી શેરીમાં મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા છગનભાઈ બેલાભાઈ ખાંભલા જાતે રબારીએ પોતાનું બાઈક નં જીજે ૩ ઇએફ ૧૬૨૫ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા  શખ્સે ચોરી કરેલ છે જેથી કરીને ૧૮૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની હાલમાં છગનભાઈ ખાંભલા એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે આવી જ રીતે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપની સામેના ભાગમાં એબીસી પાનની દુકાન પાસે મોરબીના રણછોડનગર વિસ્તારમાં નિધિ પાર્ક પાસે રહેતા અમીનશા વલીસા સામદાર જાતે ફકીર (૪૩) એ પોતાનું બાઈક નં જીજે ૧૦ એ ૯૪૨૩ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમત કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતા હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે તે ઉપરાંત મોરબી શહેરમાં આયુષ હોસ્પિટલ પાસે મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા નવલભાઇ નારણભાઈ બળદા જાતે ગઢવી (૨૨) એ પોતાનું બાઈક નં જીજે ૩ એએચ ૦૭૯૮ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને નવલભાઇએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોલીસે ૮ ચોરાઉ બાઇક સાથે બે શખ્સની ધરપકડ કરી છે ત્યારબાદ હવે બાઈક ચોરીના ધડાધડ ગુના નોંધાઈ રહ્યા છે




Latest News