હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાઈકને આઈસર ચાલકે હડફેટે રહેતા દંપતીને ઈજા, બાળકીનું મોત


SHARE





વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાઈકને આઈસર ચાલકે હડફેટે રહેતા દંપતીને ઈજા, બાળકીનું મોત

વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે રહેતો યુવાન પોતાની પત્ની અને બાળકીને બાઈક ઉપર બેસાડીને વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતો હતો ત્યારે તેના બાઇકને આઇસર ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં દંપતીને ઈજા થઈ હતી અને બાળકીને પેટના ભાગે ગંભીર ઈજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને હાલમાં અકસ્માત સર્જનાર આઇસરના ચાલક સામે મૃતક બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે રહેતા ઈરફાનભાઇ ઉસ્માનભાઈ બાદી જાતે મોમીન (૩૫) પોતાની પત્ની મહેમુનાબેન તથા દીકરી મેઅરાજ (૫) ને પોતાના બાઈક નંબર જીજે ૩૬ એ ૯૩૬૦ ઉપર બેસાડીને વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ લાલપરની સીમમાં શાલીમાર હોટલ પાસેથી પસાર થતા હતા ત્યારે આઇસર નંબર જીજે ૩ બીવી ૫૨૨૯ ના ચાલકે તેના બાઇકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવવામાં બાઇક ચાલક ઈરફાનભાઈને માથામાં તેમજ જમણા હાથે ઇજાઓ થઈ હતી તેમજ તેના પત્નીને માથા, નાક અને પાંસળીના ભાગે ઈજાઓ થઈ હતી જોકે તેમની સાથે બાઈક ઉપર બેઠેલ તેની દીકરી મેઅરાજ (૫) ને પેટના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે ક મૂકીને નાસી ગયો હતો જેથી કરીને ઈરફાનભાઇ બાદીએ સારવાર લીધા બાદ હાલમાં આઇસર ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેરના વીસીપરામાં પૂજા પાન સામે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લખેલ ચિઠ્ઠી તેમજ મોબાઇલ ફોન મળીને પોલીસે સ્થળ ઉપરથી ૩૯૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યાંથી હુસેન યાકુબ ભટ્ટી જાતે મિયાણા (૨૫) રહે. મારુતિ શોરૂમની પાછળના ભાગમાં મફતીયા પરા વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મોઈન જેડા અને રહીમ રાયધન મિયાણા રહે બંને વાંકાનેર વાળાના નામ સામે આવ્યા હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News