હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

સિરામીક નગરી મોરબી મતદાનમાં હંમેશા અગ્રેસર: હરેશ બોપલીયા


SHARE





સિરામીક નગરી મોરબી મતદાનમાં હંમેશા અગ્રેસર: હરેશ બોપલીયા

આગામી ૧લી ડિસેમ્બરે વિધાસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે તમામ મોરબી જિલ્લા વાસીઓને અવશ્ય મતદાન કરવા માટે મોરબી સિરામીક એસો. પ્રમુખશ્રી હરેશ બોપલીયાએ અપીલ કરી છે.

મોરબી જિલ્લો સિરામીક ઉદ્યોગ થકી વિશ્વ સ્તરે આગની નામના ધરાવે છે ત્યારે હાલ મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની સાથે મોરબીની ઐતિહાસીક વિરાસતને ઉજાગર કરતું વિશેષ મતદાન મથક પણ બનાવવામાં આવનાર છે. ત્યારે મોરબી સિરામીક એસો.ના પ્રમુખશ્રી હરેશ બોપલીયાએ મોરબી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું છે કે, “સિરામીક નગરી મોરબી મતદાનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. મતદાન એ આપણે અધિકાર છે ત્યારે ખૂબ જરૂરી છે કેઆપણે સૌ જંગી મતદાન કરીએ. આપણા તમામ તહેવારોની જેમ ચૂંટણી પણ લોકશાહીનો મહત્વનો પર્વ છે ત્યારે ચાલો આપણે સૌ આ મતદાનના પર્વમાં ભાગીદાર બનીએ. આપણો મત આપણું સન્માનઆવો કરીએ અચૂક મતદાન” તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી




Latest News