હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રસના ઉમેદવાર જયંતીભાઈના કારખાને હુમલો: સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં તોડફોડ


SHARE





મોરબીમાં કોંગ્રસના ઉમેદવાર જયંતીભાઈના કારખાને હુમલો: સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં તોડફોડ

મોરબીમાં ભડિયાદ રોડ ઉપર આવેલ કોંગ્રસના ઉમેદવાર જયંતીભાઈ પટેલના કારખાનાની ઓફિસે અજાણ્યા શખ્સો દ્વારા ધોકા અને પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે જેથી કરીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને હાલમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

હાલમાં ચૂંટણી પ્રચાર શાંત થઈ ગયેલ છે ત્યારે મોરબીમાં ચૂંટણી પહેલા માહોલને ડહોળવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે અને મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે. પટેલનું મોરબીના ભડીયાદ રોડ ઉપર વિન્ટેજ સિરામિક કારખાના ઉપર મંગળવારે સાંજના સાડા ચાર વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે બાઇક અને રિક્ષામાં આવેલા શખ્સો દ્વારા સિક્યુરિટી ગાર્ડની ઓફિસે પથ્થરમારો કરીને ધોકા વડે હુમલો કરીને કાચ ફોડી નાખવામાં આવેલ છે જો કે, હુમલાખોર શખ્સો રીક્ષા અને બાઈકમાં આવીને આંતક મચાવીને નાશી ગયેલ છે આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પીઆઇ પી.કે. દેકાવડીયા સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યા હતા અને કહ્યું હતું કે, સિક્યુરિટીનો ઝઘડો હોય તેવું હાલમાં સામે આવે છે જો કે, આગળની કાર્યવાહી ચાલી રહી છે




Latest News