હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની કાંટે કી ટકકર જેવી ત્રણ બેઠકો ઉપર ૧૮,૮૯૬ યુવા મતદારો બનશે ગેમ ચેંજર


SHARE





મોરબી જિલ્લાની કાંટે કી ટકકર જેવી ત્રણ બેઠકો ઉપર ૧૮,૮૯૬ યુવા મતદારો બનશે ગેમ ચેંજર

મોરબી જીલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકોમાં નવા નવ હજાર જેટલા યુવા મતદારો તેમજ કુલ મળીને ૧૮૮૯૬ યુવા મતદાર પ્રથમ વખત મતદાન કરશે જેથી કરીને હાલમાં રાજકોય પંડિતો દ્વારા જે ગણિત માંડવામાં આવી રહ્યું છે તેમાં યુવા મતદારો ભલભલાના ગણિત ઉંધા વાળી દેશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને આ નવા મતદારો કોને ફળશે અને કોને નળશે તે તો આગામી સમય જ બતાવશે. 

આગામી પહેલી તારીખે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને મોરબીમાં કાંટે કી ટક્કર જેવો માહોલ છે તે દરમિયાનમાં નવા મતદારો કોની માથે કળશ ઢોળશે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ જિલ્લામાં નવા મતદારોની નોંધણી માટે ૧૫ હજારથી વધુ અરજીઓ મળી છે.અત્યાર સુધીમાં નામ કમીનામમાં કે ફોટોમાં ફેરફારઆધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લીંક સહિતની ૮૬ હજારથી વધુ અરજીઓ આવી હતી અને હાઉસ ટુ હાઉસ સર્વે સહિત અનેક કાર્યક્રમો દ્વારા મતદાર યાદી સુધારાના ચૂંટણી શાખાના સઘન પ્રયાસો તંત્ર દ્રારા કરવામાં આવ્યા હતા આ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત નવા યુવા મતદારો દેશના સૌથી મોટા લોકશાહીના પર્વને ટકાવી રાખવા માટે મતદાન કરવાના છે ત્યારે યુવા મતદારો ગેમ ચેંજર સાબિત થાય તો નવાઈ નથી મોરબી જિલ્લામાં મતદાન પ્રત્યે લોકજાગૃતી વધે અને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ કોઇ યુવા મતદાર મતદાનથી વંચિત ન રહે માટે અધિકારીઓ દ્વારા પૂરે પૂરી તકેદારી રાખવામા આવી હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબી માળીયા બેઠકમાં ૨.૮૬ લાખથી વધુ, ટંકારા પડધરી બેઠકમમાં ૨.૪૯ લાખથી વધી અને વાંકાનેર કુવાડવા બેઠકમાં ૨.૮૧ લાખથી વધુ મતદારો નોંધાયેલા છે.અને આ ત્રેણય બેઠકોમાં છેલ્લી મતદાર યાદીમાં નવા ૧૮૮૯૬ મતદારો ઉમેરાયા છે જે કેટલાકના રાજકારણ પૂરા કરી નાખશે.




Latest News